હરિયાણાની ચૂંટણીમાં પરાજ્ય પછી કોંગ્રેસે ઇવીએમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા ઇવીએમના ચાર્જિંગ લેવલમાં મોક મતદાનથી લઇ વાસ્તવિક મતદાન સુધી મશીનના વધતા ઓછા વપરાશના કારણે ચાર્જિંગ લેવલમાં તફાવત રહેતો હોવાનો નિષ્ણાતોનો મત

અબતક,રાજકોટ

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસે ઈવીએમ માં ગેરરીતી ના આક્ષેપો કરી ઇવીએમ માં બેટરીના ચાર્જિંગ લેવલ માં રહેલી વિસંગતતા નો મુદ્દો ઉપાડીને ઇવીએમ ની ચોકસાઈ ઉપર સવાલ ઉઠાવ્યા હતા તેની સામે થયેલી ટેકનીકલ તપાસમાં ઇવીએમ બેટરી ને લઈ મતમા છેડ  છાડ થયાના આક્ષેપો ખોટા પુરવાર થયા હતા હરિયાણાવિધાનસભાની ચૂંટણીના પરિણામો એ વધુ એકવાર ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન ની કામગીરી ચર્ચામાં આવી હતી આ વખતે ઇવીએમ મશીન ની બેટરીના ચાર્જિંગ ના અલગ અલગ લેવલ અને અલગ અલગ મતદાન મથકોમાં પ્રીમિયમ બેટરીના ચાર્જિંગ લેવલમાં આવેલા ફેરફારનો મુદ્દો ઉઠ્યો હતો ઇવીએમ બેટરી ની કાર્ય પ્રણાલી . ઇવીએમ મશીનમાં બે અલગ અલગ વિભાગ હોય છે એક કંટ્રોલ યુનિટ અને બીજું બ્લોટિંગ યુનિટ બંને પાંચ મીટર લાંબા કેબલ સાથે જોડાયેલા હોય છે કંટ્રોલ યુનિટમાં થયેલા મતો નો રેકોર્ડ રહે છે અને તે પાવર પેક આલ્કલાઇન બેટરી 7.5 વોલ્ટ દ્વારા સંચાલિત હોય છે મત ગણતરી દરમિયાન કંટ્રોલ યુનિટ ની બેટરી ઈ વીએમ માં સૌથી ઉપર કંટ્રોલ યુનિટ છેહોય છે જે મશીનમાં રહેલા ડેટા ની સ્ક્રીન ઉપર માહિતી આપે છે અને કેટલા ઉમેદવારોની સંખ્યા છે કેટલા મત પડ્યા કયા ઉમેદવારને કેટલા મત મળ્યા? તે ડિસ્પ્લે સેક્શન ના કંટ્રોલ યુનિટમાં દર્શાવવામાં આવે છે ડિસ્પ્લે યુનિટના નીચે બીજા વિભાગમાં બે અલગ અલગ વિભાગો હોય છે એક ડાબી બાજુ બેટરી અને પાવરપેક અને જમણી બાજુ ઉમેદવારો ના ડેટા અને તેમના વિભાગો અને તેમની સંખ્યા નું સેટિંગ કરવામાં આવ્યું હોય છે નોટો સહિતની વિગતો આ વિભાગમાં હોય છે અને તેની સાથે ગણતરી વિભાગ જોડાયેલ હોય છે

ઇવીએમમાં બેટરીની કામગીરી

ઇવીએમમાં ચૂંટણી વખતે ઊભા રહેલા તમામ ઉમેદવારો ના નામ બ્લેક પેપર અને નંબર ઇવીએમ માં ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે સાથે સાથે ઉમેદવારો અને તેમના એજન્ટ ચૂંટણી પંચનાથ નિરક્ષકો ની રૂબરૂમાં ઇન્સ્ટોલ થાય છે ત્યાર પછી ઈવીઅમને સીલ કરી દેવામાં આવે છે અને રિટર્નિંગ ઓફિસરને તેની કાર્યપદ્ધતિ સમજાવી દેવામાં આવે છે ઉમેદવારો ના નામનું સેટિંગ થઇ ગયા પછી પાવર પેક બેટરી અને કંટ્રોલ યુનિટ સાથે જોડી દેવામાં આવે છે બેટરી બગડી જાય તો શું કરવું તેના નિયમો? એવી મશીનમાં જો બેટરી બરાબર કામ ન કરે તો ઇન્ડિકેટર દ્વારા જાણકારી મળી જાય છે અને પાવરપેક થી કામ ચલાવવામાં આવે છે બેટરી ચાર્જિંગ લેવલ માં વિસંગતતા કેમ રહે છે? ઇવીએમમાં બેટરી ચાર્જિંગની વિસંગતતા ની ફરિયાદો રહે છે છેલ્લા બે દિવસમાં બેટરી ના વપરાશ મુજબ તેનું ચાર્જિંગ રહે છે તમામ ઇવીએમ માં સો ટકા બેટરી ચાર્જિંગ કરી દેવામાં આવે છે પરંતુ તેના વપરાશ મુજબ તેનું ચાર્જિંગ લેવલ દેખાય છે સામાન્ય રીતે મોક બોલ અને વાસ્તવિક મતદાન વચ્ચેના સમયગાળા દરમિયાન બેટરી ચાર્જિંગમાં ફેરફાર રહે છ

ચાર્જિંગના ફેરફારનું કારણ શું?

ઇવીએમ મશીન માં મતદાન પહેલા મોક પોલ કરવામાં આવે છે અને ઉમેદવારોને એક મશીનમાં 5 થી 10 મત આપવાની છૂટ આપવામાં આવે છે 15 મત આપવા સુધીની જોગવાઈ છે જ્યારે દરેક ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા અલગ અલગ હોય છે જો 28 ઉમેદવાર હોય તો મોક પુલ દરમિયાન 300 મત પડે આમ બેટરી નો વપરાશ ઓછો વધતો થાય વળી વિવિપેટ અને અલગ અલગ સ્થિતિમાં બેટરીનો વપરાશ ઓછો વધતો થાય એટલે બેટરીના ચાર્જિંગમાં ફેરફાર આવે

કોંગ્રેસની ટેકનીકલ ટીમે ઇવીએમના ચાર્જિંગની તફાવતનો મુદ્દો ઉપાડ્યો

હરિયાણા ની ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસે ચૂંટણીમાં અવ્યવસ્થા નો મુદ્દો ઉપાડ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ ટેકનીકલ ટીમ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન ની બેટરીમાં ચાર્જિંગની વિસંગતતા નો મુદ્દો ઉપાડ્યો હતો ખરેખર ની બેટરી ના ચાર્જિંગમાં વપરાશ મુજબ અને મોક પોલ થી મતદાન સુધી ના સમયગાળા દરમિયાન ઇવીએમના ઓછા વત્તા વપરાશના કારણે બેટરી ના ચાર્જિંગ લેવલમાં ફેરફાર આવતો હોવાનું ખુલતા ઈવીએમ ની બેટરી ને લઈ મતમાં આક્ષેપો ખોટા હોવાનું પુરવાર થયું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.