Abtak Media Google News

લાઉડ સ્પીકરના બદલે ઢોલ વગાડવાની છૂટ આપો

ભૂજ હિન્દુ યુવા સંગઠનની કલેકટરને રજૂઆત

નવરાત્રી આયોજનમાં ગરબાની પરિક્રમા ઢોલ વગાડવા તથા પૂજા આરતી માટેનો સમયગાળો વધારવા ભૂજ હિન્દુ યુવા સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી છે.

ભૂજ હિન્દુ યુવા સંગઠને કલેકટરને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે વર્તમાન સમયાવિધિમાં નવરાત્રી આયોજનો ઉપલક્ષ્યમાં સરકાર દ્વારા જે જાહેરનામરૂપી પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. જેમાં માતાજીની સ્તુતિ તેમજ આરતીને પરિપત્રમાં નિરૂપિત મર્યાદાઓને આધીન મંજૂરી આપવામાં આવેલ છે. પરંતુ સ્તુતિ આરાધનાના પ્રતીકસમા ગરબા પરીક્રમાનું સમાવેશન આ જાહેરનામામાં કરવામાં આવેલ નથી. પૌરાણિક પધ્ધતિથી સમગ્ર હિન્દુ જનમાનસ નવરાત્રી પર્વની ઉજવણી કરવા ટેવાયેલ છે. ત્યારે માતાજીની શકિત સ્તુતિનું કેન્દ્ર ગરબાભ્રમણને સમાવિષ્ટ ન કરતા હિન્દુ પ્રજાની લાગણી દુભાણી છે. ગરબા તે માત્ર નૃત્યનું અંગ ન હોતા માતાની ભકિતને સ્વયંના ભાવોમાં નિરૂપિત કરવાની શૈલીવિશેષ હોવાથી આ ભકિતપરિક્રમા દ્વારા મંજૂરી આપવામા આવે તેવી આ ગરબા પરિક્રમાની પરવાનગી જો આપવામાં આવશે તો હિન્દુ ધર્મના ભકિતસ્વરૂપ માનબિંદુઓને બળ મળશે તેમજ માતાની ભકિત શકિત આરાધનાનો સમન્વય થવાથી પ્રજાની લાગણીઓને પણ ન્યાય મળશે. ગરબામાં સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન શકય છે. ગરબા માટે વિરાટ લાઉડ સ્પીકરો ન જોતા માત્ર ઢોલના આધારે રમી શકાય છે. નિશ્ર્ચિત અંતર જાળવવાના જાહેરનામાનો ભંગ થતો જોવા મળુ નથી. તર્કસંગત રજૂઆતનું સંજ્ઞાન લઈ નવનિયુકત પરિપત્રમાં ગરબા પરિક્રમાને માન્યતા આપશો તેવી રજૂઆત થઈ છે.

સ્પીકરો વગાડવાની તેમજ પૂજા આરતી માટે માત્ર ૧ કલાકનું સમયગાળો બક્ષવામાં આવેલ છે જે પણ સમાજના તર્કથી અંતર રાખે છે. કારણ કે માત્ર ૧ કલાકમાં માતાની સ્તુતિ પૂજન આરતી આરાધના ભજન વગેરે થવું અશકય છે. તેના પૂર્વાયોજન માટે પણ સારો એવો સમય જોઈએ આ પર્વ હિન્દુધર્મનું સૌથી લાંબુ ચાલતુ પર્વ છે. સંસ્કૃતિના માનબિંદુઓ પર આધારિત આ પર્વની અસ્મિતાને જાલવવા હેતુ ધર્મકાર્ય આટલી ટુંકા સમયમાં સંપૂર્ણ થવા ન પામે તે સમજવા યોગ્ય બાબત છે. સમગાળામાં વધારો કરી ૩ કલાક કરવામાં આવે જેથી અમે હિન્દુ પુજા પધ્ધતિઓનું સંપૂર્ણ પાલન કરી નવદુર્ગાઓની આરાધના કરી શકીએ તો આ રજૂઆતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.