Abtak Media Google News

મેન ઓફ ધ મેચ રાશીદ ખાન

એક સમયે ૧૭ ઓવરમાં હૈદરાબાદના માત્ર ૧૨૫ રન થયા હતા ત્યારે રશીદ ખાને મેદાનમાં આવીને ૧૦ બોલમાં ૩૪ રન ઝૂડી કાઢ્યા  અને બોલિંગમાં માત્ર ૧૯ રનમાં ૩ વિકેટ ખેડવી નાંખીને કેકેઆરની  ટીમ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું

ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૧૮ની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને ૧૩ રને હરાવી દીધી. આ સાથે જ સનરાઇઝર્સની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જેમાં તેનો મુકાબલો ૨૭મી મેએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.અફઘાનિસ્તાનના સ્પિનર રશીદ ખાન એકલો બસ થઇ પડ્યો હતો અને તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો

જીતવા માટે ૧૭૫ રનના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ૨૦ ઓવર્સમાં નવ વિકેટે ૧૬૧ રન જ બનાવી શકી હતી.

સનરાઇઝર્સની જીતનો હીરો અફઘાન લેગ સ્પિનર રાશિદ ખાન રહ્યો હતો, જેણે ચાર ઓવરમાં ૧૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે અંતિમ ઓવરોમાં ૧૦ બોલમાં ૩૪ રન બનાવીને હૈદરાબાદની ટીમને ૧૭૪ રનના સ્કોર સુધી પહોંચાડી હતી.

Sa I Kat35894કોલકાતાના ક્રિસ લિન અને સુનીલ નારાણયે સારી શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટ માટે ૨૦ બોલમાં ૪૦ રનની ભાગીદારી કરી હતી. જોકે ચોથી ઓવરમાં સિદ્ધાર્થ કૌલે સુનીલને આઉટ કરી સનરાઇઝર્સને પહેલી સફળતા અપાવી હતી.સુનીલ ૧૩ બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૬ રન બનાવી શક્યો હતો.

ત્યાર બાદ બેટિંગમાં આવેલા નીતીશ રાણાએ પણ ઉપયોગી બેટિંગ કરી હતી. આ ડાબોડી બેટ્સમેને લીન સાથે મળીને સ્કોર આગળ વધાર્યો હતો. રાણા અને લીને બીજી વિકેટ માટે ૫.૧ ઓવરમાં ૪૭ રનની ભાગીદારી કરી હતી. રાણા બીજો રન લેવાનો પ્રયાસમાં રાશિદ ખાનના થ્રો પર રન આઉટ થઈ ગયો હતો.અહીંથી જ કોલકાતાની ઇનિંગ ધીમી પડી હતી.

રોબિન ઉથપ્પાનું ખરાબ ફોર્મ પણ આ મેચમાં યથાવત્ રહ્યું હતું અને તે માત્ર બે રન બનાવીને રાશિદ ખાનની બોલિંગમાં બોલ્ડ થઈ ગયો હતો.

જોકે ક્રિસ લીને હજી પણ આશા ટકાવી રાખી હતી. આખરે રાશિદ ખાનની ફિરકી કામમાં આવી અને તેણે ૪૮ રનના વ્યક્તિગત સ્કોર પર લીનને એલબીડબ્લ્યુ આઉટ કરી દીધો. ત્યાર બાદ એક પછી એક વિકેટ પડતી ગઈ. જોકે શુભમન ગિલે પણ આવીને ફટકાબાજી કરતા એક સમયે કોલકાતાની બાજી પલટાય તેમ લાગતું હતું, પરંતુ તે બ્રેથવેઇટની બોલિંગમાં રાશિદના હાથે કેચઆઉટ થઈ ગયો હતો. ગિલે ૨૦ બોલમાં ૩૦ રન ફટકાર્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.