- ભીંડાનો ભાવ રૂ.50-60 કિલો રીંગણાના 40-50 રૂપિયા, લીંબુ રૂ.150-200ના કિલો,ગવારના રૂ.100 બોલાયા
- શાકભાજીના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો
કાળઝાળ ગરમીનું આગમન થઈ ગયું છે. દિવસે ને દિવસે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાથે માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી હતી.ગૃહિણઓની બનાવેલી રસોઈમાંથી હવે ગવાર,ચોરી, ભીંડા,કારેલા જેવા શાક હવે જોવા નહી મળે તો નવાઈ નહી.
ગરમીની શરૂઆત થતાની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
- ભીંડાનો 50-60 રૂપિયા કિલો
- રીંગણા 40-50 રૂપિયા કિલો
- લીંબુ 150-200 રૂપિયા કિલો
- ગવાર 100 રૂપિયા કિલો
- કાચી કેરી 80-100 રૂપિયા કિલો
- ચોળી 180 રૂપિયા કિલો
- કારેલા 60 રૂપિયા કિલો
- ટામેટા 30 રૂપિયા કિલો
- આદુ સૌથી મોંઘુ 200 રૂપિયા
- કિલોએ પહોચ્યું છે.
ગરમી વધવાને સાથે હજુ શાકભાજીના ભાવમાં વધારો થશે: યાર્ડ ઇન્સ્પેક્ટર ચાવડા
અબ તક સાથેની વાતચીતમાં યાર્ડના ઇન્સ્પેક્ટર ચાવડાભાઇ જણાવ્યું હતું કે વધી રહેલા શાકભાજીના ભાવના કારણે ગૃહિણીઓના રસોડા માંથી શાકભાજી ગાયબ થઇ ગયા છે અને તેઓ વૈકલ્પિક રીતે કઠોળ બનાવીને પોતાનું બજેટ સંભાળી રહી છે,તો બીજી બાજુ શાકભાજી વેપારીઓનું કેહવું છે કે ગરમીના કારણે શાકભાજી નથી આવતા અને જે શાકભાજી આવે છે તેના ભાવ વધારે હોય છે જેના કારણે શાકભાજીના ભાવ વધતા હોય છે. ખાસ કરીને લીંબુ ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે લીંબુનો વર્ષભર ઉપયોગ થતો હોય છે. પરંતુ ઉનાળામાં લીંબુનો વપરાશ વધી થાય છે. ઉનાળામાં લીંબુ સરબત, લીંબુ સોડા, શેરડીનાં રસ વગેરેમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળા આવતા લીંબુની આવકમાં સામાન્ય ઘટાડો થતો હોય છે અને માંગમાં વધારો થાય છે. જેના કારણે લીંબુનાં ભાવમાં વધારો થયા છે. બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળા પહેલા જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે. આગામી દિવસમાં હજુ લીંબુનાં ભાવ વધવાની શક્યતા છે