- જયેશ રાદડિયા સક્ષમ નેતા છે : અલ્પેશ કથીરિયા
- જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું બધું આપ્યું છે
- અમે જયેશભાઈની સાથે છીએ : અલ્પેશ કથીરિયા
- જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે
રાજકોટના જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવામાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથે લીધા. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો . જયેશ રાદડિયાએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, બે પાંચ લોકોની સમાજની જ ટપોરી ગેંગ સક્રિય થાય છે અને સોશ્યલ મીડિયામાં કોમેન્ટ કરે. જો રાજકારણ જ કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવો. રાજકારણમાં અમે આવ્યા ત્યારે કોઈ સમાજને પૂછીને નહોતા આવ્યા. રાજકારણમાં આવવા માટે સમાજને શું પૂછો છો ? આવી જાવ એટલે ખબર પડે. ત્યારે હવે સૌરાષ્ટ્રના પાટીદારોમાં જયેશ રાદડિયાનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.
સારાં કામ થતાં હોય ત્યાં સમાજના 2 ટકા ટપોરી હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે એવા જયેશ રાદડિયાના નિવેદનને લઈને અલ્પેશ કથીરિયાની પ્રતિક્રિયા આપી હતી. અલ્પેશ કથીરિયા એ જણાવ્યું હતું કે જયેશ રાદડિયા સમૂહલગ્નમાં આ નિવેદન આપ્યું હતું પણ તેમાં કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરીને કોણ ટપોરી છે, કોઈ અસામાજિક તત્ત્વો છે તે કોઈનું નામ લેવામાં આવ્યું ન હતું. આવા કોઈપણ ટપોરીઓ હોય કે કોઈ વ્યક્તિઓ હોય જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સાંખી લેવામાં નથી આવતી.
‘કોઈ ટપોરી ન્યૂસન્સ ઊભું કરતા હશે તો તેને શાંત કરી દેવાશે’ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જયેશભાઈના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ આવા ઘણા ટપોરીઓને ભોં ભેગા કરી દીધા છે. હજુ કોઈ આવા ટપોરીઓ ન્યુસન્સ ઊભું કરતા હશે તો તેમને પણ સબક શીખવાડી શાંત કરી દેવામાં આવશે. જયેશ રાદડિયા સક્ષમ નેતા છે, તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું બધું આપ્યું છે. જે ટપોરીઓ સામાજિક તત્ત્વોના હતા તેમની શાન વિઠ્ઠલભાઈ ઠેકાણે લાવી છે. બીજા કોઈની તાકાત નથી કે એ જયેશભાઈને હેરાન કરી શકે અને છતાં કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ. જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે અને એમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે.
જામ કંડોરણામાં યોજાયેલા લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓના સમૂહલગ્ન પ્રસંગે જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને આડેહાથ લેતા કહ્યું હતું કે, સમાજની અંદર એવા બે-પાંચ લોકોની ટીમ છે. સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવાનમાં હાડકાં નાખવાની કામગીરી આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કરી રહી છે. સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ લખે છે. સ્ક્રીન પર લેઉવા પટેલ સમાજને કેદ કરવાનું કામ ટોળકી કરી રહી છે.
રાદડિયાએ વધુમાં કહ્યું કે, ટોળકી દ્વારા સમાજના કામ કરતા હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયાસ કરે છે. જયેશ રાદડિયા રાજકીય માણસ છે. સમાજની જવાબદારી પણ રાજનીતિમાં રહીને કરું છું. જયેશ રાદડિયા અને પરિવાર વિષે ખરાબ કોમેન્ટ લખવામાં આવે છે. જે લોકો રાજનીતિમાં નથી છતાં પણ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. જયેશ રાદડિયાને લેઉવા પટેલ સમાજનો નેતા આજે પણ નથી થવું અને કાલે પણ નથી થવું.
કોઈની તાકાત નથી જયેશભાઈને હેરાન કરે – અલ્પેશ કથીરિયા
જયેશ રાદડિયાના નિવેદનને લઈને અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જયેશ રાદડિયા સક્ષમ નેતા છે. તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું બધું આપ્યું છે. જે ટપોરીઓને સામાજિક તત્વોના હતા તેમની શાન વિઠ્ઠલભાઈ ઠેકાણે લાવી છે. બીજા કોઈની તાકાત નથી કે એ જયેશભાઈને હેરાન કરી શકે અને છતાં કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ. જયેશભાઈ તેમના પિતાજીની વાર્તાને આગળ વધારી રહ્યા છે અને એમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે.