Abtak Media Google News

કુટુંબી કાકાની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવતા સાગરીત સાથે આવી છરી ઝીંકી દીધી

શહેરના સોરઠીયા પ્લોટ વિસ્તારમાં અપહરણ, મારામારી અને દારૂ અંગેના અનેક ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સે પોલીસમાં કેમ ફરિયાદ નોંધાવી કહી વિપ્ર યુવાન પર છરીથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોરઠીયા પ્લોટમાં રહેતા મયુરભાઇ મનસુખભાઇ પંડયા નામના ૨૩ વર્ષના વિપ્ર યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે નવી ઘાચીવાડના ધર્મેશ પરમાર અને રાહુલ ચાવડા નામના છરી સાથે ઘસી આવ્યા હતા અને ખૂની હુમલો કરી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મયુર પંડયાના કુટુંબી કાકા ગીરધરભાઇની પુત્રનું દોઢેક માસ પહેલાં નવી ઘાચીવાડના ધર્મેશ પરમારે અપહરણ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોધવવામાં આવી હતી. ગતરાતે ધર્મેશ પરમાર પોતાના સાગરીત રાહુલ ચાવડા સાથે દારૂનો નશો કરેલી હાલતમાં સોરઠીયા પ્લોટમાં ઘસી આવ્યો હતો અને ગાળો દઇ છરીથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

એ ડિવિઝન પી.આઇ. એન.કે.જાડેજા અને રાઇટર રણજીતસિંહ ઝાલા સહિતના સ્ટાફે ધર્મેશ પરમાર અને રાહુલ ચાવડા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.