Abtak Media Google News

વસ્તીના પ્રમાણમાં સૌથી વધુ કોરોનાના ભરડામાં સપડાયેલ શહેર ભારતમાં નાસિક તો ગુજરાતમાં રાજકોટ !! 

કોરોનાની મહામારીને એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે પરંતુ વાયરસનો ધમાસાણ હજુ થમી રહ્યો નથી. ગુજરાત, મહારાષ્ટ્રસહિત દેશભરમાં કોરોનાના કેસ ફરી ખતરનાક ગતિએ વધી રહ્યા છે. જેના કારણે માનવજીવન ઉપર ફરી સંકટ છવાયું છે તો સરકારને પણ ઘેરી ચિંતામાં મૂકી દીધી છે. ગુજરાતમાં કેસ વધતા મૃત્યું આંક પણ વધતો જઈરહ્યો છે. એમાંપણ સૌથી વધુ ખરાબ સ્થિતિ રાજયનાં આઠ મહાનગરોની થઈ છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત આઠ મહાનગરોમાં રાજયનાં 60% કેસ નોંધાઈ રહ્યા છે. જે ખતરાની ઘંટડી સમાન છે. કોવિડ 19ની બીજી લહેરમાં સૌરાષ્ટ્ર પણ બાકાત રહ્યું નથી. આ તબકકામાં સૌરાષ્ટ્રમાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો હોયતેમ કેસ નોંધાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વધતા જતા કેસનું ભારણ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં વધ્યું છે. આવી પરિસ્થિતિમાં રંગીલા શહેર તરીકે ઓળખાતા રાજકોટમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો રંગીલુ રાજકોટ ટોચના સ્થાને છે.

01 3

સૌરાષ્ટ્રમાં વધતા જતા કેસનું ભારણ રાજકોટ પર વધુ : વકરતી ગંભીર સ્થિતિને કાબુમાં લેવા તંત્રની સાથે લોકોએ પણ સજાગ થઈ કાળજી લેવી જરૂરી

આંકડા મુજબ, છેલ્લા એક માસમાં દરરોજ રાજકોટમાં સરેરાશ 574 કેસ નોંધાઈ રહ્યા છે. જેની ગણતરી 10 લાખની વસ્તીએ કરીએ તો રાજકોટમાં 297 કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા એક માસમાં કુલ નવા કેસ જોઈ તો આ આંકડો 9348 છે. જયારે 10 લાખની સરખામણીએ આ નવા કેસનો આંકડો 4835 છે જે વસ્તીના પ્રમાણમાં રાજયમાં સૌથી વધુ છે. રાજકોટ બાદ વધુ ખરાબ સ્થિતિ વડોદરાની છે. વડોદરા બાદ અમદાવાદ અને સુરત આવે છે. વડોદરામાં છેલ્લા એક માસમાં દરરોજ સરેરાશ 423 કેસ જયારે અમદાવાદમાં 2064 કેસ, સુરતમાં 1448 કેસ નોંધાયા છે. જયારે 10 લાખની વસ્તીએ આ આંકડો વડોદરામાં 190, અમદાવાદમાં રપ0 તો સુરતમાં 193મો છે. છેલ્લા એક માસના કુલ નવા કેસ વડોદરામાં 9092, અમદાવાદમાં 29,315 ખજે સુશથાનં 25,280 નોંધાયા છે. જેનો દસ લાખની સરખામણીએ આંકડો વડોદરામાં 4073, અમદાવાદમાં 3552 નો સુરતમાં 3375 છે. આ 10 લાખની સરખામણીએ જે નવા કેસ છે એમાં ગુજરાતમાં રાજકોટ પ્રથમ નંબરે છે. ત્યારબાદ વડોદરા, અમદાવાદ અને સુરત છે.

વાત કરીએ સમગ્ર દેશની તુલનાએ તો વસ્તીની સરખામણીએ સૌથી વધુ કોરોનાનો ભરડો નાસિકમાં છે જયાં છેલ્લા એક માસના કેસ 3947 છે અને 10 લાખની વસ્તીએ આ આંકડો

રાજકોટમાં છેલ્લા એક માસમાં દરરોજના સરેરાશ 500 કેસ વધ્યા, વસ્તીની સરખામણીએ રાજકોટ બાદ વડોદરા, અમદાવાદ અને સુરત ટોચના સ્થાને

1859 છે. તો છેલ્લા એક માસના નવા કેસ 97,765 છે તો તેની સામે 10 લાખની તુલનાએ આંકડો 46,050 છે. ભારતમાં નાસિક બાદ નાગપુર, પુના, મુંબઇ, લખનઉ અને દિલ્હીનો ક્રમ આવે છે.

એક તરફ રાજયમાં કેસ વધતા જઇ રહ્યા છે તો બીજી તરફ મૃત્યુઆંક પણ વઘ્યો છે. ગુજરાતમાં છેલ્લા ર4 કલાકમાં 8920 કેસ નોંધાયા છે. જયારે 3387 દદીઓ સાજા થયા છે. રાજકોટમાં છેલ્લા ર4 કલાકમાં 707, અમદાવાદમાં 2842 તો સુરતમાં 1522 અને વડોદરામાં 429 કેસ નોંધાયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.