Abtak Media Google News

જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝ ઝોન અને સર્વિસ સેકટરમાં 6 હજારથી વધુ એપ્રેન્ટિસોની ભરતી કરાશે

કોરોના કાળમાં નોકરી છુટી ગઇ હોય તેવા યુવાનોને વૈકલ્પીક રોજગારી મળી રહે તેવું આયોજન કરવા કલેકટરની અધિકારીઓને સુચના

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં વધુ ને વધુ યુવાનોને રોજગારી મળે તેવા હેતુ એ આજે કલેકટર  અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની મિટીંગ મળી હતી. આ મિટિંગમાં ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઇન્ડસ્ટ્રીઝ, કોન્ટ્રાક્ટરો અને વિવિધ એજન્સીઓ દ્વારા રોજગાર વાંચ્છુ યુવાનોને સરકારની યોજના અંતર્ગત રોજગારી આપવામાં આવે તે માટે સુચના આપવામાં આવી હતી. જિલ્લામાં 6 હજારથી વધુ યુવાનોને એપ્રેન્ટિસશિપ મળે તે માટે રિવાઇઝ્ડ પ્લાન પ્રમાણે સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.

જિલ્લાના અધિકારીઓએ નવા લક્ષ્યાંક સાથે કામ કરવાની સંમતિ દર્શાવતા કલેકટરએ જણાવ્યું હતું કે આ એક સેવાનું કાર્ય છે. ગુજરાતમાં સ્થાનિક યુવાનોને વધુને વધુ રોજગારી મળે તેવા હેતુસર રાજ્ય સરકારે આ યોજનામાં નોકરીદાતાઓ માટે એપ્રેન્ટીસ  રાખવા બદલ આકર્ષક ઈન્સેટીવ પણ રાખેલ છે. યુવાનોને તાલીમ સાથે રોજગારી મળે તે માટે રૂ.5000 થી 9000 સુધીનું સ્ટાયપન્ડ મળે છે. કોરોના કાળમાં જેની નોકરી છૂટી ગઈ છે તેવા યુવાન ભાઈ-બહેનો ને રોજગારી મળે તેવું આયોજન કરવા તેમજ રાજ્ય સરકાર દ્વારા જે નવા એકમો ને આ યોજના હેઠળ આવરી લેવાયેલ છે તે એકમો સાથે પણ પરામર્શ કરી લક્ષ્યાંક મુજબ કાર્યવાહી કરવા સુચના આપી હતી.

Rajkot Collector Mitting Arun Mahesh Babu 1

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના નોડલ અધિકારી અને આઇટીઆઇના પ્રિન્સિપાલ નિપુણ રાવલ દ્વારા જિલ્લાની લક્ષીત કામગીરી, સરકારની જોગવાઈ ,નવા આવરી લેવાયેલા એકમો અને આ કામગીરી માટે હેલ્પડેસ્ક અંગે જાણકારી આપી હતી.

મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમાર, અધિક કલેકટર કેતન ઠક્કર ડીઆરડીએ ના નિયામક  જે. કે .પટેલ તેમજ એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ સંલગ્ન વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.