Abtak Media Google News

ઝારખંડમાં જામતારા આખા દેશમાં સાયબર ઠગ માટે કુખ્યાત છે, પરંતુ હવે રાજસ્થાનના અલવર જિલ્લાનું મેવાત પણ આ દિવસોમાં છેતરપિંડીના વધી રહેલા કેસોથી સામાન્ય લોકો સહિત યુવાનોની ચિંતા વધી ગઈ છે. દેશમાં ક્યાંય પણ સાયબર ફ્રોડ હોય, 70% કેસો મેવાત સાથે જોડાયેલા છે. મેવાતથી અન્ય દરેક પ્રકારની સાયબર ફ્રોડ થઈ રહી છે. મેવાત ત્રણ રાજ્યોનો સરહદ વિસ્તાર છે. હરિયાણાના નુહ, યુપીના મથુરા અને રાજસ્થાનના ભરતપુર, અલવર અને ભીવાડી. ઉલ્લેખનીય છે કે, અગાઉ મેવાતમાં પણ સ્થાનિક લોકો બનાવટી સોનાની ઇંટો અસલી બતાવી અન્ય રાજ્યોના લોકો વેચીને છેતરપિંડી કરવામાં આવી હતી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ફ્રોડના આ નેટવર્કની તપાસ કરી ત્યારે ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેલોમાં એક્સપર્ટ્સ પાસેથી ટ્રેનિંહ લઈને ઠગ લોકોએ આહીં તેમની અડ્ડા બનાવી રહી છે. આ ગામમાં અભણ તથા 10મી ફેલ યુવકો પણ કોલ સેન્ટર વાળા લોકોની અંગ્રેજીમાં 5-7 સેન્ટેશન બોલીને દરરોજ આશરે 300-400 લોકોની છેતરપિંડી કરે છે. એટલે કે 3 હજાર સાયબર ઠગ 3 શહેરોના 150 ગામોમાં દરરોજ 1.6 થી 2.4 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી રહ્યાં છે.

બેંકોના બનાવટી કર્મચારીઓ બનીને કોલ કરવા, ઓએલએક્સ જેવી સાઇટ્સ પર બનાવટી વેચાણ, દરરોજ 3 હજાર રૂપિયા જેટલી રકમ છેતરપિંડી કમાઈ લે છે. આઈજી જયપુર રેંજ હવસિંહ ધુમરીયાએ જણાવ્યું હતું કે,ભરતપુર, અલવર અને ભીવાડીના 150 ગામોમાં હજારો યુવાનો ઠગ સાથે સંકળાયેલા છે. ઠગ લોકો બનાવટી કાગળો, સિમ્સ, એકાઉન્ટ્સ અને સરનામાંનો ઉપયોગ કરે છે, તેથી તેને પકડવું મુશ્કેલ છે. અમે એક વિશેષ પ્લાન બનાવી રહ્યાં છે.

સોશિયલ મીડિયાનો સર્તકતાથી કરો ઉપયોગ

એનઇબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને પૂર્વ ડિસ્ટ્રિક્ટ સાયબર સેલના ઇન્ચાર્જ વિજેન્દ્ર સિંહ કહે છે કે જૂની યોજના સામાન્ય હોવાને કારણે ઠગ નવા-નવા ટ્રેન્ડ અપનાવી રહ્યાં છે. હવે તેમના શિકાર સોશિયલ મીડિયા પર મોટાભાગનો સમય યુવાનો વિતાવે છે. આજકાલ ઠગ એ ચેટિંગ એપ અને ડેટિંગ એપ સહિતના અન્ય પ્લેટફોર્મ પરથી યુવાનો સુધી પહોંચે છે. તેઓ લોકો સાથે ઇન્ટરનેટ કોલ અથવા બનાવટી નંબર દ્વારા વાત કરે છે, જેનાથી તેમને પકડવામાં થોડી મુશ્કેલી પડે છે. પોલીસ અને મીડિયા દ્વારા આવા કેસોમાં જાગરૂકતા ફેલાવવામાં આવી રહી છે, પરંતુ યુવાનો હજી પણ આવી છેતરપિંડીનો શિકાર બની રહ્યાં છે, જેમાં યુવાનોએ સકારાત્મક રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઇએ. આવા લોકો સાથે સંપર્કમાં રહો જે તેમની સાથે પરિચિત છે અને તેમની પુષ્ટિ પણ કરે છે. અજાણ લોકો સાથે તમારી ગોપનીયતા સંબંધિત માહિતી અને દસ્તાવેજો શેર કરશો નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.