Abtak Media Google News

પર્વાધિરાજ પર્યુષણ પ્રવચનધારાનું બીજા દિવસે સાપ્તાહિક સ્મરણનું મહત્વ સમજાવતા પૂ. ધીરગૂરૂદેવ

અબતક,રાજકોટ

પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વ ચાલી રહ્યા છે ત્યારે સવે જૈન સતત સધાર્મિક ભકિત, ધર્મ અનુષ્ઠાનો કરી રહ્યા છે. પર્વાધિરાજર્પુષણ દરમ્યાન પૂ. ધીરજમૂનિ મહારાજ સાહેબ પ્રવચનધારામાં બીજા દિવસે શ્રાવક-શ્રાવિકાઓને જણાવે છે કે જીવન નિરંતર ચાલ્યા જ કરશે સરકતા સમયમાં આપણા દિવસો કેવી રીતે પસાર થાય? 365 દિવસ કેવા જાય તેના પર ધ્યાન આપવું જોઈએ. પૂ.ધીરગૂરૂદેવે બીજા દિવસે સાપ્તાહિક સ્મરણ રહસ્ય સમજાવ્યું છે. સાપ્તાહિક સુત્રો જે છે તે નવવખત બોલવાના રહે છે.નવવખત સ્મરણ કરવાનું કહે છે તેમજ આ સુત્રો બોલવા માટે કોઈ તકલીફ લેવાની નથી. પથારીમાં પણ આ સ્મરણ થઈ શકે છે.

સાપ્તાહિક સ્મરણમાં સોમવારનું સુત્ર છે. ‘નમો નાણસ્ય’ એટલે કે આપણો વ્યવહાર અલગ છે અને દાન-પૂણ્યનું કામ અલગ ઉદાહરણ આપતા સમજાવે છે કે આપણે 80 રૂ.નું શાક લઈએ અને શાકવાળાને 100 રૂ.ની નોટ આપીએ અને બાકીના રૂ.20 પાછા લઈએ તે આપણો વ્યવહાર થયો. પરંતુ આપણે કોઈ ગરીબ કે ભિક્ષુકને 30 રૂ. આપવા છે અને ખિસ્સામાં રૂ.50ની નોટ છે તો તેની પાસેથી 20 રૂ. કયારેય ન લેવા જોઈએ. આ છે સોમવારના સુત્રનું મહત્વ.મંગળવારનું સુત્ર છે ‘આરોગ બોરિલાભં’ તમને જે જ્ઞાન મળ્યું છે તે સમાજ જીવનમાં વાપરો પરંતુ સાથે એ પણ ધ્યાન રાખો કે તમારે જીવનમાં આત્મા માટે પણ કાર્ય કરવાનું છે.બુધવારનું સુત્ર છે ‘અનંત લબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામીને નમ:’ આ સુત્રનું મહત્વ સમજાવતા પૂ. ધીરગૂરૂદેવ જણાવે છે કે આપણે ત્યાં કહેવત છે કે વિદ્યા વિનયથી શોભે છે માત્ર વિદ્યા પણ નકામી છે. વિનય હોવો જરૂરી છે. ઘણા માતા-પિતા પોતાના સંતાનોને સંત-મહાત્માઓ પાસે લઈ જાય છે. અને સારા ગુણો પરીક્ષામાં પાસ થાય એવા આર્શીવાદ આપવાનું કહે છે પરંતુ જયારે સંત-મહાત્મા વિદ્યાર્થીને કેટલી કલાક વાંચે છે તેવું પુછે તો કંઈ નહિ. એટલે કે સારા માર્ક માટે માત્ર આર્શીવાદ કાફી નથી મહેનત પણ જરૂરી છે.ગુરૂવારનું સુત્ર છે ‘નમો સૂર્યદેવાય’ આ સુત્રનું મહત્વ સમજાવતા પૂ. ગુરૂદેવ જણાવે છે કે સંસાર જીવનમાં પરિવારને પણ હંમેશા સાથે રાખવો. અને પરિવારને સાથે રાખવા બધાને મસ્કો લગાવો. મારાથી જ દુનિયા ચાલે છે એવો અહંમ કયારેય ન રાખો. પરંતુ મારે કોઈને દોષ ન દેવો જોઈએ એવું હંમેશા રાખો.

શુક્રવારનું સુત્ર છે ‘તિત્થયરામે પસીયંતુ’ જેનું મહત્વ સમજાવતા પૂજય ગુરૂદેવ જણાવે છે કે ભગવાનની કૃપા તમારા પર હંમેશા બની રહે તેવા સહ કાર્યો કરો અને મારે કોઈના આર્શીવાદ નથી જોઈતા જાતે મહેનત કરી ભગવાનની કૃપા મેળવવાનું રાખો.શનિવારનું સુત્ર છે. ‘નમો જિણાભં જિય ભયાણં’ જેનું મહત્વ સમજાવતા પૂ. ગૂરૂદેવ જણાવે છે કે તીર્થકરની માતાને 14 સ્વપ્ન આવેલા વાસુદેવની માતાને સાત સ્વપ્ન આવેલા અને આજની મમ્મીઓને ઉંઘ ન આવે, વિચાર વાયુ વધે, ભય લાગે ત્યારે આવે અને કહે અમને સ્વપ્નમા સર્પ દેખાય છે. આજની મમ્મીઓ આખો દિવસ મોબાઈલ, ટીવી સામે બેસી રહે તો શું થાય સ્વપ્નમાં સર્પ જ દેખાય ! એટલે કે દરેકે દરેક વ્યકિતએ પોતાનો વધુમાં વધુ સમય આધ્યાત્મિકમા પસાર કરવો જોઈએ.સાપ્તાહિક સ્મરણનું મહત્વ સમજાવ્યા બાદ પૂ. ગૂરૂદેવે જણાવ્યું હતુ કે ખાસ કરીને જયારે માતાઓ ગર્ભવતી હોય ત્યારે સારા પુસ્તકો વાંચવા જોઈએ, કથાઓ સાંભળવી જોઈએ જેથી તમારા સંતાનના વિચારો બદલાશે. આધ્યાત્મિક બનશે. બાળકને જેવું શિક્ષણ મળશે તેવું તે સમાજ જીવનમાં અમલ કરશે. આથી ગર્ભવતી માતાઓએ ખાસ આધ્યાત્મિકતામાં વધુમાં વધુ સમય પસાર કરવો જોઈએ.

 

જીવંત પ્રસારણ જોવા માટે…

‘અબતક’નું જીવંત પ્રસારણ

  • ઇન કેબલ નં. 561
  • ડેન નંબર 567
  • સેવન સ્ટાર (મુંબઇ) 540
  • રીયલ જીટીપીએલ 350
  • ફેસબુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે

પૂ.ધીરગુરૂદેવની પ્રવચન ધારાનું લક્ષ્ય ચેનલ પર વિશેષ પ્રસારણ

પર્યુષણ પર્વના પાવન દિવસો દરમ્યાન લક્ષ્ય ચેનલ પર પૂ.ધીરગુરૂદેવના શુભંક્ર સાંનિધ્યે પ્રવચન ધારા

તા. 4-9-2021 થી તા. 11-9-2021 દરમ્યાન વિશેષ પ્રસારણ દરરોજ સાંજે 6:00 થી 7:30 કલાક સુધી નિહાળી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.