કોરોનામાં કમાલ: આ યુવા એંજિનિયરે પોતાની બાઇકને જ એમ્બ્યુલન્સમાં તબદીલ કરી દીધી, મફતમાં સેવા આપશે

0
86

કોરોનાએ આપણને કપરો સમય બતાવ્યો છે પણ આ સાથે માનવતાના ઘણા દાખલાઓ પણ પૂરા પડ્યા છે. લોકો એકબીજાની સહાય માટે આગળ આવી રહ્યા છે. સેવાભાવી લોકો સ્વખર્ચે પણ લોકોની વ્હારે આવી રહ્યા છે. અમુક સમયે સંક્રમણ વધુ ફેલાવાથી થોડા દર્દીઓને એમ્બ્યુલન્સની સુવિધા માટે થોડી રાહ જોવી પડે છે. એમ્બ્યુલન્સની સમસ્યાનો જુગાડ કરતા મધ્યપ્રદેશના ધારના યુવા ઇજનેર અઝીઝ ખાને એક ઉપાય શોધી કાઢ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમાચાર જોયા બાદ દુઃખી થઈને આ યુવાને ભંગારનો સમાન ઉપીયોગ કરી પોતાની આવડતથી એમ્બ્યુલન્સ બનવવાનું નક્કી કર્યું. આશરે 25 થી 40 હજાર રૂપિયા ખર્ચ કરીને માત્ર બે જ દિવસમાં બાઈકની પાછળ એક એવા પ્રકારની લારી ગોઠવવામાં આવી છે જેમાં દર્દીઓને સરળતાથી હોસ્પિટલે લઈ-જઈ શકાશે.


અઝીઝ ખાને કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પોતાના બાઇકને જ એમ્બ્યુલન્સમાં તબદીલ કરી દીધી છે. તેમાં દર્દી માટે એક બેડ, ઓક્સીજનનો એક બાટલો, અને બીજી જરૂરી દવાઓ રાખી શકાય તેવી સુવિધા કરવામાં આવી છે.

અઝીઝ ખાને જણાવ્યુ છે કે તેઓ આ એમ્બ્યુલન્સ બાઇક જિલ્લા હોસ્પિટલને મફતમાં પ્રદાન કરશે. હાલ કોરોના વકરતાં દર્દીઓની સંખ્યા વધતાં એમ્બ્યુલન્સ નથી મળી રહી એવા સમયમાં અઝીઝ ખાનનો નવતર પ્રયોગ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here