- ભાવનગરમાં યોજાયેલ “નમો સખી સંગમ મેળા”ને અદ્ભૂત પ્રતિસાદ: ચાર દિવસમાં 39 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
- “નમો સખી સંગમ મેળા” માં તા. 9 થી 12 માર્ચ સુધીમાં એક્ઝિબિશન અને ફૂડ સ્ટોલ્સની કુલ રૂ. 25.71 લાખની આવક થઈ
- કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયામાં પ્રયાસોથી મહિલા સશકિતકરણની દિશામાં એક આગવી પહેલ
ભાવનગરમાં મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ કરીને યોજાયેલ “નમો સખી સંગમ મેળા” ને અદ્ભૂત પ્રતિસાદ મળ્યો હતો. જેમાં તા. 9 થી 12 માર્ચ સુધી યોજાયેલ આ મેળામાં 39 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં સ્વ-સહાય જુથ અને સખી મંડળના બહેનો દ્વારા યોજાયેલ એક્ઝિબિશન અને ફૂડ સ્ટોલ્સ માંથી કુલ રૂ. 25.71 લાખની આવક થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 8 મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. 9 થી 12 માર્ચ સુધી “નમો સખી સંગમ મેળા” નો પ્રારંભ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ આ મેળાનો પ્રારંભ કરાવી સતત 3 દિવસ સુધી યોજાયેલ તમામ સેમિનાર સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
“નમો સખી સંગમ મેળા” માં તા. 9 માર્ચના રોજ 13,060 મુલાકાતીઓ, તા. 10 માર્ચના રોજ 12,450 મુલાકાતીઓ, તા. 11 માર્ચ ના રોજ 6,653 મુલાકાતીઓ અને તા. 12 માર્ચના રોજ 6,898 મુલાકાતીઓ એમ કુલ 9 થી 12 માર્ચ સુધી કુલ- 39,061 મૂલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી. જેમાં તા. 9 માર્ચના રોજ એક્ઝિબિશનની આવક રૂ. 5,26,370 અને ફૂડ સ્ટોલ્સની આવક રૂ. 2,16,000 (કુલ રૂ.7,42,370 ), તા. 10 માર્ચ ના રોજ એક્ઝિબિશનની આવક રૂ. 3,69,015 અને ફૂડ સ્ટોલ્સની આવક રૂ. 1,18, 620 (કુલ રૂ. 4,87,635 ), તા. 11 માર્ચના રોજ એક્ઝિબિશનની આવક રૂ. 5,85,640 અને ફૂડ સ્ટોલ્સની આવક રૂ. 99,560 (કુલ રૂ. 6,85,200 ), તા. 12 માર્ચના રોજ એક્ઝિબિશનની આવક રૂ. 5,58,025 અને ફૂડ સ્ટોલ્સની આવક રૂ. 98,350 (કુલ રૂ. 6,56,375 ) એમ તા. 9 થી 12 માર્ચ દરમિયાન સ્વ-સહાય જૂથની બહેનોને કુલ રૂ. 25,71, 580 /-ની આવક થઈ હતી.
અહેવાલ : આનંદસિંહ રાણા