અંબાજી મંદિરની આવક બે વર્ષમાં રૂ.૮૮.૪૫ કરોડ

aambaji temple | temple
ambaji temple | temple

દ્વારકાધીશની ૧૭.૨૮ કરોડની આવક: વિધાનસભામાં સરકારે આપી માહિતી.

ગુજરાતનાં પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને છેલ્લા બે વર્ષમાં ૮૮.૪૫ કરોડ ‚પીયાની આવક થઈ હોવાની વિગતો રાજય સરકારે વિધાનસભામાં રજૂ કરી છે. જયારે દ્વારીકાધીશ મંદિરની આવક ૧૭.૨૮ કરોડ જેટલી થઈ છે.

વિધાનસભામાં ધારાસભ્ય ભોળાભાઈ પટેલના પ્રશ્ર્નોના જવાબમાં સરકારે જણાવ્યું હતુ કે, અંબાજી મંદિરમાં વર્ષ ૨૦૧૫-૧૬માં ૪૬.૨૦ કરોડ ‚પીયાની આવક થઈ હતી. જયારે વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૧ ડીસેમ્બર ૨૦૧૬ સુધીમાં ૩૬.૨૫ કરોડની આવક થઈ હતી.

બે વર્ષની ૮૮.૪૫ કરોડ કુલ આવક પૈકી ૧.૨૪ કરોડ ‚પીયા પુજારીઓને પગાર અને હિસ્સા પેટે ચૂકવવામાં આવ્યા હતા. જયારે મંદિરમાંવિકાસ કામો પાછળ ૧૩.૩૨ કરોડ ‚પીયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દ્વારકાધીશ મંદિરમાં વર્ષ ૨૦૧૫-૧૬માં ૯.૧૭ કરોડ અને વર્ષ ૨૦૧૬-૧૭માં ૮.૧૦ કરોડ ‚પીયાની આવક થઈ હતી.

બે વર્ષની કુલ ૧૭.૨૪ કરોડ ‚પીયાની આવકમાંથી ૧.૪૪ કરોડ ‚પીયા પુજારીઓને હિસ્સા અને પગાર પેટે આપવામાં આવ્યા હતા જયારે ૧૫ ટકા રકમ વહીવટી અને મહેમ ખર્ચ પેટે વાપરવામાં આવી હતી. ઉપરોકત વિગતો વિધાનસભામાં પ્રશ્ર્નોતરી કાળ દરમિયાન રાજય સરકારે આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર અને દ્વારીકાધીશ મંદિરમાં થયેલી આવક ભાવિકોએ દાન પેટીમાં સ્વેચ્છાએ પધરાવેલી રકમ છે.