Abtak Media Google News

જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઘટસ્ફોટ કરીને સૌને ચોંકાવી દીધા હતા કે અંબાણી અને આરએસએસ સાથે સંકળાયેલા એક માણસે બે ફાઇલ પાસ કરવા માટે રૂા.300 કરોડની લાંચની ઓફર કરી હતી પરંતુ પોતે આ વહીવટનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે પોતાના આ અભિગમને સમર્થન આપનાર વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતાં.

મેઘાલયમાં અત્યારે સેવા આપતાં મલિકે જણાવ્યું હતું કે હું ખેડૂતોને સાથ આપવામાં માનુ છું. કાશ્મિર ગયા પછી મારી પાસે બે ફાઇલો આવી હતી જેમાંની એક અંબાણી અને બીજી આરએસએસ સાથે સંકળાયેલાં માણસની હતી કે જે મહેબૂબા મુફ્તી સરકારમાં મંત્રી હતાં અને તે વડાપ્રધાન સાથે ખૂબ જ નિકટના સંબંધો ધરાવતાં હોવાનું દર્શાવતું હતું. મને મારા સચિવોએ આ બંને ફાઇલમાં ભ્રષ્ટાચારની આશંકા સેવી હતી અને એક ફાઇલના ક્લિયર્સ માટે 150 કરોડ રૂપિયાની લાંચની ઓફર આવી હતી.

મલિકે જણાવ્યું હતું કે હું લાંચ લેવામાંથી ન હતો. મેં જ્યારે કાશ્મિર મૂક્યુ ત્યારે મારી પાસે 5 કુર્તા અને પાઇજામા સિવાય કંઇ ન હતું. જો કે મલિકે આ બંને ફાઇલોને અવેધ રીતે પાસ કરવાની પ્રક્રિયા અટકાવી દીધી હતી. આ ફાઇલમાં સરકારી કર્મચારીઓના આરોગ્ય વિમા અને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સની ફાઇલો હતી. 2018 ઓક્ટોબરમાં મલિક જમ્મુ-કાશ્મિરના રાજ્યપાલ હતા.

તેમણે જણાવ્યું હતું કે મેં એ વહીવટનો ઇન્કાર કરી દીધો હતો. મારી પાસે અત્યારે નિવૃતિ પછી રહેવાનું ઘર પણ નથી પણ મને તેની ચિંતા નથી. લોકોને આજે પણ મારા ઘરનું નાનુ એવુ સંકુલ જોઇને આશ્ર્ચર્ય થાય છે ત્યારે મને કંઇ ખોટુ ન કરવાનું સંતોષ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.