Abtak Media Google News

મુકેશ અંબાણીના ઘરની બહાર મળી વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા મામલો ગરમાયો છે. વિધાનસભામાં વિપક્ષના સવાલ બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે કેસની તપાસ એટીએસને સોંપી છે. દેશમુખે કહ્યું કે વિપક્ષ આ મામલે તપાસની માંગ કરી રહ્યો છે. આ પછી અમે નિર્ણય કર્યો કે તપાસ ક્રાઈમ બ્રાંચને બદલે ATS પાસે કરાવવી જોઇએ. આથી તપાસ ક્રાઇમ બ્રાંચથી ATSને આપવામાં આવી છે.

મનસુખ હરણના મૃત્યુના કિસ્સામાં, તેની પત્ની વિમલા હરણે એક નવો ખુલાસો કર્યો છે, તેણે જણાવ્યું કે કાંદિવલી ક્રાઇમ બ્રાંચના તાવડે નામના પોલીસ અધિકારીના ફોન બાદ તે ઘરની બહાર આવ્યો અને તેને ઘોડબંદર રોડ પર મળવા બોલાવ્યો હતો. તે પછી તે ઘરે પરત ફર્યો ન હતો.

પાંચ માર્ચે ઠાણેના ડીસીપીએ માહિતી આપી હતી કે, જે વ્યક્તિની આ કાર હતી. તેમને ઠાણેના કલવા બ્રિજ પરથી પડતુ મુકીને આપઘાત કરી લીધો છે. જેના કારણે તેની મોત થયું છે. આ શખ્સનું નામ મનસુખ હિરેન કહેવામાં આવી રહ્યું છે. 5 માર્ચની સવારે તેમણે ગુમથયાની રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં લખી હતી. માહિતી અનુસાર,4 માર્ચથી જ મનસુખ હીરેન ગુમ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.