Abtak Media Google News

દેશમાં સિમેન્ટ ઉત્પાદન કરી રહેલી બે મોટી કંપનીઓને ખરીદીને ગૌતમ અદાણીઐ સિમેન્ટ ઉદ્યોગનાં મોટા માથાંઓને  બિઝનેસ કરવાની પોતાની  આગવી અદાનો પરિચય આપી દીધો છે.  હવે આ ઈન્ડસ્ટ્રીમાં અદાણીનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે જરૂરી માર્ગ અને માળખું તૈયાર કરવામાં આવશે. કારણ કે અદાણી ગ્રુપ કોઇપણ બિઝનેસમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવાની રણનીતિ બનાવતું હોય છે.

આંકડા જોઇએ તો ભારતની સિમેન્ટ કંપનીઓની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 500 મિલીયન મેટ્રિક ટનની છે. જ્યારે એ.સી.સી અને અંબુજાની મળીને કુલ 70 મિલીયન ટનની છે. જેમાંથી અંબુજા સિમેન્ટની કેપેસિટી 31 મિલિયન ટનની છે.  મતલબ કે દેશની કુલ ઉત્પાદન  ક્ષમતાનાં 10 ટકાથી  વધારે સિમેન્ટનુ ઉત્પાદન કરશે..!. આ સાથે હવે અલ્ટ્રટેક સિમેન્ટ વાર્ષિક  120 મિલિયન ટનની ક્ષમતા ધરાવે છે જે હવે પ્રથમ સ્થાને રહેશે.

જી, હા અદાણી આ સેક્ટરને પ્રોફિટેબલ વિઝન આપવા તથા પોતાના નવા સાહસમાં આવેલા ઉદ્યોગને ઠીક કરીને જ જંપશે. વાતો આવી છે કે કદાચ આગળ જતાં અંબુજા તથા એ.સી.સી સિમેન્ટનાં કારોબારને મર્જ કરવાનો પણ નિર્ણય આવી શકે છે. જો બે કંપનીઓને મર્જ કરીને એક કરવામાં આવે તો અદાણીને વહિવટી, હ્યુમન રિસોર્સ, તથા માર્કેટિંગ સહિતનાં ખર્ચામાં મોટા ઘટાડાનો અવકાશ મળી શકે છે.   આમ તો અદાણી જુથે હોલસીમ કંપનીનાં ભારતમાં ચાલતા કારોબારની ખરીદી કરી છે. જેના ભાગ રૂપે આ બન્ને સિમેન્ટ કંપનીઓ તેમના કબ્જામાં આવી છે.

સ્વિટઝલેર્લેન્ડની હોલસીમ કંપનીને 10.5 અબજ ડોલરનું એટલે કે 50181 કરોડ રૂપિયાનું ચુકવણું કરવાની જાહેરાત કરી તેના બીજા જ દિવસે અદાણીઐ એ.સી.સી અને અંબુજા બન્નેમાં 26 ટકા શેર ખરીદવાની ઓપન ઓફર મુકી હતી. અંબુજાના શેર માટે 385 રૂપિયાનો અને એ.સી.સી માટે 2300 રૂપિયાનો ભાવ ઓફર કર્યો હતો જે દશાર્વે છે કે અદાણી કંપનીમાં મહત્તમ હિસ્સો રાખીને ધરમૂળથી ફેરફાર કરવા માગે છે. કારણ કે બીજા 26 ટકા શેર લેવા માટે ગૌતમ અદાણી અંબુજાનાં નવા 51.63 કરોડ શેર લઇને 19.879 કરોડ રૂપિયાનું નવું રોકાણ કરવા માગે છે જ્યારે એ.સી.સી સિમેન્ટમાં 4.89 કરોડ શેર લઇને નવા 11259 રૂપિયાનું મુડીરોકાણ કરવા માગે છે.

હાલમાં અહેવાલો વહેતા થયા છે કે અદાણી બન્ને કંપનીઓને મર્જ કરીને કારોબારના આસાન રસ્તા બનાવવા માગે છે. પરંતુ અંહી સવાલ એ છે કે  શું અદાણી બન્ને કંપનીઓને મર્જ કરી શકશે? યાદ રહે કે 2014 માં હોલસીમે  મર્જર ની ઓફર મુકી હતી. જેમાં બે કંપનીઓ વચ્ચે માસ્ટર સપ્લાય એગ્રિમેન્ટ થયા હતા જેના કારણે બન્ને કંપનીઓ પોતાના ગ્રાહકને જ્યાંથી નજીક પડે ત્યાંથી જ માલ સપ્લાય કરવામા સરળતા રહે અને લોજીસ્ટીક ખર્ચમાં પણ મોટો કાપ મુકી શકાય. પરંતુ અમુક પરંતુ ટેકનિકલ કારણોસર 2018માં મર્જરની વાત બાજુએ મુકી દેવી પડી હતી. એે વખતે કોમ્પિટીશન કમિશન તરફી મંજુરીમાં પણ વિલંબ થયો હતો. અમલીકરણ રદ્દ કરવું પડ્યું હતુ.પરંતુ આ વખતે ગૌતમ અદાણીએ આ ધંધામાં ઝુકાવ્યું છે. તેથી નફો રળવા માટે એ કાંઇ પણ કરી શકે છે. તેથી અહી સરકારી એજન્સીઓના નિર્ણયને પોતાની ફેવરમાં લઇ જવામા અદાણીને માહેર છે.

કદાચ એટલે જ હાલમાં લેવાયેલી કપંનીઓના શેર ઓપન માકેર્કેટ માંથી લેવા માટે અદાણીએ આટલી મોટી બોલી ઓફર કરી રહ્યા છે. કારણકે એકવાર મર્જ કરવાનો મોકો મળે એટલે ઉંચો નફો દેખાડવા ઉપરાંત, વેલ્યુએશન પણ વધારી શકાય.  આ સોદા બાદ અદાણી જુથની કંપનીઓની માકેર્કેટ કેપિટલ માં 1.10 લાખ કરોડ રૂપિયાનો વધારો થાય છે. હવે અદાણી એન્ટરપરાઇઝ, અદાણી પોર્ટ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ગેસ તથા અદાણી વિલ્મર જેવી કંપનીઓ મળીને ગ્રુપની વેલ્લુએશન  14.31 લાખ કરોડ રૂપિયાની થાય છે. જે દિવસ-રાત વધતી રહેશે, જ્યાં સુધી દિલ્હીમાં આ સરકારનું રાજ છૈ ત્યાં સુધી તો ખાસ..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.