- રામપરા 2ના રહેવાશી એક સગર્ભા માતાનો પીપાવાવ પોર્ટ ની એમ્બ્યુલન્સ દ્વારા સફળતા પૂર્વક પ્રસુતી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો
પીપાવાવ પોર્ટ દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત પીપાવાવ એમ્બ્યુલન્સ ને રાત્રે 21:38 વાગે 108 કોલ સેન્ટર માં ફોન આવ્યો કે એક સગર્ભા માતાને પ્રસુતી ની પીડા થઈ રહી છે જે થી ગત મોડી રાત્રે પિપાવાવ પોર્ટ દ્વારા પોર્ટ ખાતે કાર્યરત એમ્બ્યુલન્સ ની ટીમ ને આ બાબતે કેસ મળતાની સાથેજ ટીમ રામપરા ૨ એ જવા રવાના થયા અને સ્થળ પર તૈયારી સાથે પોહોચ્યા ,તરત જ એમ્બ્યુલન્સ ના સ્ટાફ ઇ એમ ટી રાણાભાઈ બાંભણિયા પાઇલોટ રાજેશ સાંખટ દ્વારા ત્વરિત તપાસ કરીને એમ્બ્યુલન્સમાં લઈને નીકળી ગયા અને રસ્તામાં તપાસ કરતા જાણવા મળ્યું કે દર્દી ને ડિલિવરી એમ્બ્યુલન્સ માંજ કરાવવી પડે એમ છે અને કાળજીપૂર્વક ડિલિવરી કરાવવા માટે તૈયારી કરી લીધી, ડિલિવરી દરમિયાન બાળકનું માથું બહાર આવતા ગળાની તપાસ કરતા જાણવા મળ્યું કે નાળ વીટળાયેલી છે પછી નાળને માથા ઉપર થી સરકાવીને ડિલિવરી સફળતા પૂર્વક કરાવી ને બાળક અને માતાનો જીવ બચાવવા માં મહત્વનિ ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ 108 ના કોલ સેન્ટર પર સ્થિત ફિજીશિયન ડોક્ટર સાથે વાત કરી માતા ને ઇ.એમ.ટી રાણાભાઈ બાંભણિયા દ્વારા જરૂરી ઈન્જેકશન અને બોટલ ચડાવી અને બાળક ને ઓક્સિજન સાથે માતા અને બાળક ને રાજુલા હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા
આમ, પિપાવાવ પોર્ટ દ્વારા કાર્યરત અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા કટોકટી ના સમયે રામપરા ૨ ની સગર્ભા માતા માટે આ સેવા જીવાદોરી સમાન બની હતી તેમજ એમ્બ્યુલન્સ ની સેવા અને સ્ટાફ ની સરાહનીય કામગીરી બદલ દર્દી ના સગા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
તેમજ, ગત ડિસેમ્બર મહિનામાં ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ અને પીપાવાવ પોર્ટ દ્વારા સંચાલિત બોટ એમ્બ્યુલન્સ માં રાત્રિ ના 11:45 કલાકે કોલ મળ્યો કે શિયાળ બેટ ગામમાં રહેતા દર્દી ને પ્રસૂતિ ની પીડા થાય છે તો બોટ એમ્બ્યુલન્સ ની મદદ જોઈએ છે ત્યારે ત્યાં હાજર ઈ.એમ.ટી. રાકેશ બાંભણિયા સ્થળ પર જઈને તપાસ કરતા જાણવા મળ્યું કે દર્દી ને પ્રસુતિ ની અસહ્ય પીડા થઈ રહી છે જે થી સ્થળ પર જ ડિલિવરી કરાવવી પડે તેમ છે એટલે તરત જ બોટ એમ્બ્યુલન્સ માં આવતી ડિલિવરી કીટ નો ઉપયોગ કરી સ્થળ પર જ ડિલિવરી કરાવી માતા અને બાળક ને બોટ એમ્બ્યુલન્સ ચાલક ગોપાલ ભાઈ અને સુકર ભાઈ ની મદદ થી બોટ એમ્બ્યુલન્સ માં શિફ્ટ કર્યાં તેમજ જરૂરી ઈન્જેકશન બોટલ અને ઓક્સીજન સાથે માતા અને બાળક ને સલામત રીતે શિયાળ બેટ ટાપુ પર થી પીપાવાવ માં આવેલ રોડ માટે ની પીપાવાવ પોર્ટ ની એમ્બ્યુલન્સ ને હેન્ડ ઓવર કર્યાં આ સેવા અને તેની સરાહનીય કામગીરી થી પરિવાર માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને આમ, બોટ એમ્બ્યુલન્સ ના તમામ સ્ટાફ નો આભાર માન્યો હતો. આમ પીપાવાવ પોર્ટ દ્વારા બોટ એમ્બ્યુલન્સ અને રોડ એમ્બ્યુલન્સ સેવા દર્દીઓ માટે આશિર્વાદ સામાન સાબીત થઈ રહી છે.
અહેવાલ: અરમાન ધાનાણી