Abtak Media Google News

પાકિસ્તાનને લેવલ-૩ અને અફધાનને લેવલ-૪માં મૂકયું

અમેરીકાએ તેના નાગરીકો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ટ્રાવેલ એડવાઇઝરી એટલે કે કયા દેશમાં વધુ ખતરો છે ? કયા દેશમાં નજીવો ખતરો છે કે કયાં દેશમાં સાવ જ ખતરો નથી ? તે પ્રમાણે દેશને કેટગેરી કે લેવલ આપવામાં આવે અને બાકીનો નિર્ણય લોકોની સમજશકિત પર છોડવામાં આવે.

અમેરીકાની નવી ટ્રાવેલ એડવાઇઝરીમાં ભારતને લેવલ-ર, પાકિસ્તાનને લેવલ-૩ અને અફઘાનને લેવલ-ર ની કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. લેવલ-ર મતલબ કે જ‚રી સાવચેતી રાખવી, લેવલ-૩ એટલે કે ખતરો છે. શકય હોય તો મુસાફરી ટાળવી અને લેવલ-૪ મતલબ કે એ દેશમાં ગમે તેમ જવું જ નહીં ત્યાં ૧૦૦ ટકા જાનમાલને ખતરો છે.

આ ટ્રાવેલ એડવાઇઝરીમાં માત્ર દેશ જ નહીં પરંતુ ત્યાં રાજયવાર પણ એલર્ટ જારી કરવામાં આવે છે. જે તે દેશમાં કઇ જગ્યાએ ફરવા જવું અને કઇ જગ્યાએ ફરવા ન જવું તેની પણ ભલામણ કરવામાં આવે છે.

ભારતમાં છેલ્લા ઘણા બધા મહિનાઓથી એક પણ આતંકવાદી ઘટના ઘટી નથી તેથી તેને એક લેવલ ડાઉન કરવામાં આવ્યું છે. ૨૦૦૮ માં અમદાવાદની હોસ્પિટલમાં ટિફીન બોમ્બની ઘટના બાદ ઓસ્ટ્રેલીયાએ ભારતના લેવલમાં તુરંત જ ફેરફાર કરી તેના નાગરીકોને ભારત ન જવાની સલાહ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.