Abtak Media Google News

આવતીકાલે અમેરિકી સંસદનું સત્ર; બીડનને “બીડવા ટ્રંપસમર્થકો તૈયાર

ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડનની જીતની આખરી પ્રક્રિયા પર વધુ ૧૧ સાંસદોએ નોંધાવ્યો વિરોધ

વિશ્વનો મહાસત્તા ગણાતો દેશ અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ જોખમમાં મૂકાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જેની પાછળનું મુખ્યકારણ ગત વર્ષમાં યોજાયેલી પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ‘પ્રભાવિત’ મતદાન છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન મતચોરી કરી જીત્યા હોવાનો ડોનાલ્ડ ટ્રંપનો આરોપ છે. જેને સાબિત કરવા અમેરિકામાં ટ્રંપ સમર્થકો જજુમી રહ્યા છે. ત્યારે આવતીકાલે અમેરિકી સંસદ કોંગ્રેસનું સત્ર મળવાનું છે. જેમાં બીડનને ‘બીડી’ દેવાં તખ્તો ઘડાયો છે. જેને લઈ અમેરિકા ઉચ્ચાટ થઈ ઉઠ્યું છે. કોંગ્રેસ સત્રને લઈ સેંકડો લોકો વોશિંગ્ટન તરફ કુચ કરવાના છે. જે વિશ્વની સૌથી જુની લોકશાહી ધરાવતા દેશ અમેરિકાનો ઈતિહાસ કલંકીત કરે તેવા આકરા સંજોગો ઉભા થયા છે.

ઉલ્લેખનીય છેકે, રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી શરૂઆતથી જ વિવાદમાં સપડાઈ હતી. હરીફ જુથ જો બીડેન મત ચોરી કરી પરિણામો પોતાની તરફ કર્યા હોવાનો આરોપ મૂકી ડોનાલ્ડ ટ્રંપે સુપ્રીમ સુધી મામલો પહોચાડયો હતો. તો બીજી તરફ હાલ, ચૂંટણી વિવાદમાં ટ્રંપે સેનાને ઉતારતા વિવાદ વધુ વકર્યો છે. તાજેતરમાં અમેરિકાનાં ૧૦ પૂર્વ રક્ષામંત્રીઓએ ડોનાલ્ડ ટ્રંપને સચેત કરતા જણાવ્યું છે કે, ચૂંટણી પરિણામોમાં થયેલા વિવાદોમાં સેનાને ઘસેડવી ન જોઈએ આમ, કરવાથી દેશમાં ખતરનાક, ગેરકાયદે અને ગેરબંધારણીય સ્થિતિ ઉપજશે જેના પરિણામો પણ ભયંકર નીવડશે.

આ વિવાદ વચ્ચે પરિણામો બદલવા વધુ ૧૧ સાંસદોએ જો બિડનની જીતની આખરી પ્રક્રિયા પર વિરોધ નોંધાવ્યો છે. આમાંના એક સાંસદ જોશ હોવલેએ કહ્યું કે, બુધવારે કોંગ્રેસના સંયુકત સત્રમાં પ્રતિનિધિસભામા રીપબ્લીકન પાર્ટીને સમર્થન કરીશું અને ચૂંટણી પરિણામો રદ કરવા પ્રસ્તાવ પસાર કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.