Abtak Media Google News

સરહદીયા શાંતિ માટે ભારત અને ચાઇના ફરી એક વખત ‘મિલિટરી ટોક ‘  કરશે

ભારત અને ચાઇના વચ્ચે સતત સરહદીય ધમાસણ થઈ રહ્યા છે જેને ધ્યાને લઇ ભારત અને ચાઇના પોતાની સર્વોપરિતા સાબિત કરવામાં લાગ્યું છે જેને ધ્યાને લઇ બંને દેશો પોતાની તેરે તારી સરહદી વિસ્તારમાં દેખાડી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે વધુ એક ઘટસ્ફોટ થયો છે જેમાં અરુણાચલ પ્રદેશ ની જે સરહદીય વિસ્તાર છે તેમાં ચાઈનાએ બીજું ગામડું ઉભું કર્યું છે જેમાં ૬૦ જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવ્યા છે ગત 2019 માં જે સ્થળ ઉપર આ બિલ્ડિંગો બનાવાયા છે તેમાં એક પણ પ્રકારનું ચણતર કરવામાં આવ્યું ન હતું પરંતુ એ જગ્યા એટલે કે ગણતરીના બે વર્ષમાં જ અહીં બિલ્ડિંગો બની ગયા છે.

એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે જે સાઇટ બિલ્ડીંગ બનાવવામાં આવ્યા છે તે તેના પહેલા એન્કલેવ થી આશરે 93 કિલોમીટર દૂર છે. સાથોસાથ ચાઇના એ જે નવા એનકલેવ ની રચના કરી તે ભારતીય સરહદથી નવ કિલોમીટર અંદર છે. ભારત માટે પણ આ મામલો ચિંતાનો વિષય છે.કારણકે ચીન ભારત સાથે ભુટાનના સબંધોના મામલે ભુટાન પર  દબાણ વધી રહ્યુ.  ત્યારે ચીની ડ્રેગન  જે જમીન પર ગામડા બનાવી પોતાની સર્વોપરિતા સાબિત કરી રહ્યું છે.

બીજી તરફ ભારત અને ચાઇના પોતાના સરહદીય વિવાદને ઉકેલવા માટે પણ સતત પ્રયત્નો કરી રહ્યું છે અને હજુ પણ મિલેટ્રી ટોક એટલે કે તેની સાથે વાતચીત કરવામાં આવશે. તેનું મુખ્ય કારણ એ છે કે પૂર્વ લદાખમાં હાલ ભારત અને ચાઇના વચ્ચે ની સ્થિતિ અત્યંત ડામાડોળ થઇ રહી છે ત્યારે આ અંગે વધુ બેઠક યોજી બંને દેશો સરહદ પર શાંતિ બનાવવા માટેના સતત પ્રયત્નો કરી રહ્યું છે.

બંને દેશો વચ્ચે પૂર્વી લદાખમાં શાંતિ જળવાઈ રહે તે માટે દ્વિપક્ષીય બેઠકો યોજાઇ હતી અને તેમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેથી શાંતિ જળવાઈ રહે અને લોકોને પણ કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે. ત્યારે આગામી 14મી સિનિયર કમાન્ડો ની બેઠક આવનારા નજીકના સમયમાં જ યોજાશે જેમાં દ્વિપક્ષીય ચર્ચાની સાથે બન્ને દેશો સરહદે શાંતિ કેવી રીતે જાળવી રાખે તે અંગે પણ વાતચીત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.