- છેલ્લા 1 છ વર્ષમાં 71% નો વધારો
- ICICI બેંક માટે ગોલ્ડ અસ્કયામતો વાર્ષિક ધોરણે 14 ટકા વધી
સોનાના ભાવમાં વધારો થવાની સાથે સોનાં પર લોન લેવાવાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. સોનાના ભાવમાં વધારો થવાને કારણે નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ નવ મહિનામાં વાણિજ્યિક બેંકો દ્વારા સોનાની લોનમાં 71 ટકાનો વધારો થયો છે. બેંક સિવાયના ધિરાણકર્તાઓ પર પણ સોનાની લોનમાં વધારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં વધારાને કારણે ધિરાણકર્તાઓને ઉચ્ચ કોલેટરલ મૂલ્યને કારણે વધુ લોન રકમ મેળવાની મંજૂરી મળી છે. જેનાથી સોનાની લોન પોર્ટફોલિયો પર નિયમનકારી ચકાસણી છતાં ધિરાણકર્તાઓની સગવડતામાં વધારો થયો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા પ્રકાશિત તાજેતરના ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ નવ મહિનામાં વાણિજિયક બેંકો દ્વારા આપવામાં આવેલી સોનાની લોન 71 ટકા વધીને રૂ. 1.72 લાખ કરોડ થઈ છે. જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં 12.7 ટકા હતી.
ETIG ડેટાબેઝ દર્શાવે છે કે મુખ્ય ધિરાણકર્તાઓમાંની એક, ICICI બેંક માટે ગોલ્ડ અસ્કયામતો, વાર્ષિક ધોરણે 14 ટકા વધી છે. આ વ્યવસાયમાં અગાઉ પ્રવેશ કરનારા બેંક સિવાયના ધિરાણકર્તાઓ પર એપ્રિલ-સપ્ટેમ્બર 2024 દરમિયાન ગોલ્ડ લોનની લિમિટ વધીને – 1.55 કરોડ થયા. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 1.32 લાખ કરોડ હતા. મુથુટ ફાઇનાન્સ અને મણપ્પુરમ ફાઇનાન્સ સક્રિય સોના પર કેન્દ્રિત એનબીએફસીમાં શામેલ છે.
સોના સામે લોન વધતા ભાવો વચ્ચે બેંકોને વ્યસ્ત રાખે છે. મુથુટ માટે, સપ્ટેમ્બર 2024 સુધી ગોલ્ડ અસ્કયામતો અંડર મેનેજમેન્ટમાં વાર્ષિક ધોરણે 28 ટકાનો વધારો થયો હતો. અને મણપ્પુરમ માટે તે જ સમયગાળામાં 17 ટકાનો વધારો થયો હતો. ધિરાણકર્તાઓને આરામ આપવા માટે એક મહત્વપૂર્ણ પરિબળ સોનાનો વધતો ભાવ છે. ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગોલ્ડ લોન માટે એલટીવી રેશિયો 75 ટકા સુધી મર્યાદિત છે. સરળ શબ્દોમાં કહીએ તો લોન લેનારાઓ તેમના સોનાના બજાર મૂલ્યના 75 ટકા સુધી લોન મેળવી શકે છે.