Abtak Media Google News

લકડી કી કાઠિ, કાઠિ પે ઘોડા… દોડા દોડા દોડા ઘોડા દુમ ઉઠા કે દોડા…

સરકાર દ્વારા પ્રોત્સાહનનો અભાવ તો ચાઈનીઝ રમકડાઓનાં પ્રભુત્વે કલા-કોતરણી વાળા ઈડરનો લાકડાનો વ્યવસાય મરણ પથારીએ !!

લકડી કી કાઠી, કાઠી પે ઘોડા… દોડા દોડા દોડા ઘોડા દુમ ઉઠાકે દોડા. ગુજરાત રાજય કે જે મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સમગ્ર ભારતમાં એક આગવી ઓળખ ધરાવે છે. ઓટો મોબાઈલ, રિન્યુએબલ એનર્જી, કૃષિ ઉત્પાદન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ગુજરાતે નોંધનીય પ્રગતિ કરી અન્ય રાજયોની સરખામણીએ અવલ્લ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે હવે, રમકડા ઉદ્યોગ ક્ષેત્રે રહેલી વિપુલ તકોને ઝડપવા સરકારે કમર કસી છે. ગુજરાત રાજયને રમકડા ઉદ્યોગનું હબ બનાવવા માટે સરકારે એકશન પ્લાન ઘડયો છે. જે અંતર્ગત ગાંધીનગરમાં મેગા ટોયપાર્ક બનવા જઈરહ્યું છે. તો બીજી તરફ ગુજરતામાં જ ઘણા એવા સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો છે કે જે રમકડા સાથે સંકળાયેલા છે. ગુજરાતને રમકડાનું હબ બનાવવા માટેનું સ્વપ્ન સાકાર કરવા આ સ્થાનિક ઉદ્યોગો જ મહત્વનો પાયો છે.તેમાંનો એક છે. ઈડરનો ‘લાકડાના રમકડા’નો ઉદ્યોગ પરંતુ હાલ સરકારનાં પ્રેરકબળનાં અભાવને લીધે તો મોંઘા કાચામાલને કારણે આ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. ત્યારે શુ રૂપાણી સરકારના ગુજરાતને ટોય હબ બનાવવાના પ્રયાસ વચ્ચે આ ઉદ્યોગ ફરી બેઠો થશે?? ઈડરનાં સમગ્ર ભારતમાં પ્રખ્યાત એવા લાકડાના રમકડા ફરી જીવંત બનશે?? સરકારના રમકડા ઉદ્યોગને બુસ્ટર ડોઝ આપવાનાં પ્રયાસ વચ્ચે ઈડરનાં લાકડાના રમકડા ઘોડાની જે હવે દોડે તેવી ધારણા છે.

ગુજરાતની ઐતિહાસિક ધરોહર તરીકે પ્રખ્યાત સાંબરકાંઠાનું ઈડર શહેર અને તેનું સૌદર્ય અને તેમાં પણ ખાસ ઈડરીયો ગઢ પ્રખ્યાત છે. આ જ રીતે લાકડાના રમકડા માટે પણ ઈડર સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. એક જમાનાનું લાકડાના રમકડાની ખરીદી કરવાનું મુખ્ય કેન્દ્ર એટલે ઈડરનું ખરાદી બજાર કે જયાં આજથી આશરે ૨૦૦ વર્ષ પહેલા લાકડામાંથી અવનવી વેરાયટીના રમકડા બનાવવાની દુકાનો પૂરજોશમાં ધમધમતી અદભૂત કલા કોતરણી અને ચિત્રકામના ઉતમ નમુના રૂપ લાકડશના રમકડા અહી બનતા દાંડિયા, ગદા, ચકરડી, ભમરડા, ગીલીદંડા, આડણી, બાબા ગાડી, મોટર ગાડી જેવા રમકડા ઉપરાંત વેલણ, ચમચા, પાટલા વગેરે જેવી ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ બનાવવામાં આવતી પરંતુ હાલ આ ઉદ્યોગ મરણ પથારીએ પડયો છે.

Img 20201207 Wa0048

અમદાવાદની પોળો જેવી ઈડરની ગલીઓમાં પથરાયેલા આ ઉદ્યોગ સાથે અગાઉ ૩૦૦ થી ૪૦૦ જેટલા કારીગરો સંકળાયેલા હતા પરંતુ આજે આ સંખ્યા ઘટીને માત્ર ચારકે પાંચે રહી ગઈ છે. અને હવે આ માત્ર ચલાવા ખાતર ચલાવી રહ્યા છે. કે જેથી કરીને ગજરાન ચલાવી શકાય. ઈડરના ખરાદી બજારની આ અવદશાનું કારણ સરકાર તરફથી કોઈપણ જાતનું ન મળતુ પ્રોત્સાહન છે. તો બીજુ એથી મોટુ અને મુખ્ય કારણ છે ચાઈનીઝ રમકડાઓ, એમાં પણ પ્લાસ્ટિક અને ઈલેકટ્રોનિકસ રમકડા કિંમતમાં સસ્તા મળતા લાકહાના રમકડાની માંગને ખોટ પડી છે.

ભારતીય બજારમાં ચાઈનીઝ રમકડાઓએ પ્રભુત્વ જમાવતા ઘર આંગણે ધમધમતા રમકડા ઉદ્યોગને મોટુ નુકશાન નીવડયું છે. લગભગ ૮૦ ટકા જેટલા રમકડાઓ ચીનમાંથી ભારતમાં આયાત છે. અને આ ચીની રમકડાઓ સ્થાનિક કિંમતો કરતા ઓછા ભાવે મળી રહેતા લોકો તેને ખરીદવા તરફ વળે છે. તો બીજી તરફ રમકડા બનાવવા માટેનો કાચો માલ મોંઘો મળતા સ્થાનિક વેપારીઓને રમકડાનાં ભાવ ઓછા કરવા પરવડતું નથી ઈડરનો લાકડાનો વ્યવસાય આમ જ પડી ભાંગ્યો છે. ઈડરનો લાકડાનો વ્યવસાય આમ જ પડી ભાગ્યો છે. લાકડુ, કલર વગેરેનાં ભાવ વધ્યા છે. તો બીજી તરફ યોગ્ય વેચાણકિંમત ન મળતા કારીગરો અને વેપારીઓ આ ઉદ્યોગ તરફથી મોં ફેરવી રહ્યા છે.

Img 20201207 Wa0055

ચાઈનીઝે માલસામાનનું પ્રભુત્વ, સરકાર દ્વારા પ્રોત્સાહનનો અભાવ વગેરે પરીબળો ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ એવી આ પ્રકારની ઘણી કારીગીરીને નુકશાન પહોચાડી રહ્યા છે. કલા-કોતરણી દ્વારા બનતા લાકડાના રમકડા આજે પણ લોકપ્રિય તો છે જ પરંતુ તેનું ઉત્પાદન ઘટી જતા મોટી ખોટ પડી છે. ઈડરનાં આ લાકડાના રમકડા મુખ્યત્વે જંગલી દુધીનાં લાકડામાંથી બનાવવામાં આવતા પરંતુ સરકારે આ જંગલી દૂધીના લાકડા પર પ્રતિબંધ મૂકયો જેના પરિણામ સ્વરૂપ પણ આજે આ ઉદ્યોગ મૃત હાલતમાં છે. જંગલી દુધીનું લાકડુ સ્ટીલ જેવું સ્મૂથ હોય છે. જેથી રમકડા મજબૂત અને ટકાઉ બનતા પરંતુ હાલ આ લાકડા પર પ્રતિબંધ મૂકાતા જૂજ કારીગરો નીલગીરીના લાકડા તરફ વળ્યા છે તો લાકડાના ભાવ તેમજ અન્ય ખર્ચાઓ પણ માંડ નીકળતા અને એમાં પણ માર્કેટીંગ ન હોવાના કારણે કારીગરો આ ઉદ્યોગને છોડી બીજા વ્યવસાય તરફ વળ્યા છે.

ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમી કારીગરીને પ્રેરકબળ મળે તો ઉત્કૃષ્ઠ કોતરણીથી સજજ ઈડરની ‘ખરાદી બજાર’ પુન: ધમધમી શકે છે !!

ગુજરાત રાજયને રમકડા ઉદ્યોગ ક્ષેત્રે આગળ ધપાવી ઉત્પાદનનું હબ બનાવવું છે તો આવા સુક્ષ્મ, નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહનો આપી ફરી ઉભા કરવા અનિવાર્ય છે. લાકડાની કોતરણક્ષ કરી તેને અવનવી ડીઝોઈનમાંઘડી આકર્ષક રમકડા બનાવવા એ કોઈ કારીગરીથી કમ નથી ખરાદી બજારનાં કારીગરોની આ કારીગરી જીવંત રાખવા સરકાર આર્થિક મદદ કરે તો આ વ્યવસાય ફરી ધમધમી શકે છે. અને ઉત્કૃષ્ઠ કોતરણીથી સજજ લાકડાના રમકડા દ્વારા માત્ર ભારત નહિ પણ સમગ્ર વિશ્ર્વમાં ગુજરાતનું નામ રોશન કરાવી શકે છે. પ્રતિબંધીત જંગલી દુધીના લાકડા માટે સરકાર રાહત આપે તો નામશેષ થતા આપણા આ આગવા વ્યવસાયોનું ભાવી ચોકકસ ઉજળું છે.

Img 20201207 Wa0049

રાજય સરકાર આગળ આવી મરણ પથારીએ પડેલા આ ઉદ્યોગને ફરી બેઠો કરે તો ખરાદી બજાર પૂન: ધમધમવા લાગશે અને ગૂજરાતને રમકડા ઉદ્યોગનું હબ બનાવવાના લક્ષ્યાંકને પણ વેગ મળશે તો આ સાથે ઈડર સહિત સંપૂર્ણ સાબરકાંઠા જિલ્લામાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે અને કારીગરો તેમનું ભરણપોષણ કરી આત્મનિર્ભર બની શકશે.

ખરાદી બજારને પૂન: ધમધમતી કરવા સરકાર પ્રેરક બળ જરૂરી

Screenshot 20201207 101148 Whatsapp

સરકાર જો રમકડા બજારનું ધ્યાન રાખે અને આયોજન ગોઠવી આપે તો બજાર પૂન: ધમધમવા ચાલશે ઈડરમાં હાલ બે દુકાન છે અને ૬ જેટલા કારીગરો છે. રમકડા બજારનો ધંધો હોલસેલ પર ચાલી રહ્યો છે. અને સરકાર વિકાસ લાવે તેવી માન્યતા છે. રમકડાનું વેચાણ અહી જ બની ને અહીં જ થાય છે. બાળકો માટે ધોળીયા, નવરાત્રીનાં ડાંડીયા અને પાટલી વેલણ જેવી બધી વેરાયટીઓ અહી મળે છે. જો આ વેરાયટીઓનાં ઉત્પાદન સ્થળ ખરાદી બજારને પૂન: ધમધમતી કરવા સરકાર પ્રેરક બળ જરૂરી છે તેમ ઈડરનાં સ્થાનિક વેપારીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ.

મોંઘો કાચોમાલ રમકડા ઉદ્યોગના વિકાસમાં અડચણરૂપ

Screenshot 20201207 101224 Whatsapp

આજના સમયમાં આ ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. તેને ચલાવવા માટે કારીગરો લાકડા માટે દોડધામ કરી રહ્યા છે. પણ લાકડું મોંઘુ હોવાને કારણે તેમને પોસાય તેમ નથી જેથી લાકડા ઉદ્યોગ પડી ભાંગ્યો છે. અત્યારે ૩ થી ૪ દુકાનો રહી છે. અને કલરનો ભાવ પણ વધારે હોવાને કારણે બહુ ઓછા રમકડા બને છે. આ કાચોમાલ ખરાદી બજારનાં વિકાસમાં અડચળ રૂપ છે. જે તરફ સરકાર ધ્યાન દોરી યોગ્ય પગલા ભરે તે જરૂરી છે.

લાકડાના રમકડા ઉદ્યોગને ફરી બેઠો કરવા સરકારી સહાયને ઝંખતા કારીગરો

Screenshot 20201207 101113 Whatsapp

અબતક સાથેની ખાસ વાતચીતમાં કારીગરોએ જણાવ્યું હતુ કે સરકાર સહાય આપે તો અમારા પૂર્વજો વખતનો ધંધો ફરી જીવીત થઈ શકે તેમ છે. પહેલા મોંખાનું લાકહુ આવતું અને અત્યારે નીલગીરીનું લાકડુ મલ છે. પણ તેમાં કામ કરી શકાતુ નથી પહેલા અહી ખરાદી બજારમાં ૩૦૦ જેટલા કારીગરો હતા અને હવે ફકત ૩ થી૪ કારીગરો જ રહ્યા છે. ઈડરનો લાકડાનો વ્યવસાય મૃત હાલતમાં પડયો છે. જેની પાછળનું મુખ્ય કારણ ચાઈનીઝ માલ સામાન છે. સરકાર આ તરફ ધ્યાન દોરી સહાય આપે તેવી અમારી માંગણી છે કે જેથી કરીને આ ઉદ્યોગ ફરી બેઠો થાય અને ભરણપોષણમાં અમને મદદ મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.