Abtak Media Google News

સંગીત જગતના 300 કલાકારો ભાજપમાં આજે જોડાવાના હતા : ભૂલ સમજાતા ભરતી મેળો કેન્સલ

ગુજરાતમાં છેલ્લા દશ દિવસથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રજા પાણી વચ્ચે છે. આવામાં સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓને સંગઠનને મજબૂત કરવા માટે ભરતી મેળાનો ઉત્સાહ જાગ્યો છે. આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે સંગીત જગત સાથે સંકળાયેલા 300થી વધુ કલાકારો કેસરિયા કરવાના હતા જોકે હાલની સ્થિતિમાં આવા ભરતી મેળા યોજવા અયોગ્ય લાગતા અંતે છેલ્લી ઘડીએ કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે.

આજે બપોરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના સંગીત જગત સાથે સંકળાયેલા 300થી વધુ કલાકારો સદસ્યતા અભીયાન અંતર્ગત ભાજપમાં જોડાવાના હતા. અને સાંસ્કૃતિક સેલ દ્વારા સદસ્યતા અભિયાનનું સોંન્ગ લોન્ચ કરવામાં આવનાર હતુ. હાલ રાજયના અનેક જિલ્લામા પૂર પ્રકોપ નથી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આવામાં ભાજપના ભરતી મેળા સામે જનતામાં પૂણ્ય પ્રકોપ ફાટી નીકળ્યો હતો. સ્થિતિ જોતા ભાજપે મોડીરાતે આજનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હતો.રાજયમાં હાલ મેઘ પ્રકોપથી ખાના ખરાબી જેવી સ્થિતિ છે. છતા ભાજપ સરકાર અને સંગઠન તાયફાઓમાંથી ઉંચુ આવતુ નથી. ચાલુ વરસાદમાં પણ રાજય સરકારની વિકાસ યાત્રા અને સંગઠનના સદસ્યતા અભિયાન ચાલી રહ્યા છે. જેના કારણે જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોને મદદરૂપ થવાની હાંકલ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બીજી તરફ ભરતી મેળા યોજવામાં મશગુલ છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિથી ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ચિંતિત છે. છતા સ્થાનીક નેતાઓને ભરતી મેળા યોજવા માટે શા માટે આટલો મોટો ઉત્સાહ છે તે સમજાતુ નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.