Abtak Media Google News

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રતિબંધ છતાં બીટકોઈન તરફ સતત વધતો રોકાણકારોનો રસ: ૨૦૧૭ બાદ અત્યાર સુધીમાં ૨૦ ગણું વળતર આપ્યું

બીટકોઈનને વૈશ્વિક કક્ષાએ કેટલાક દેશોએ રોકાણ માટે સ્વીકાર્યું છે ક્રિપ્ટકરન્સી ક્ષેત્રે બિટકોઈન અત્યાર સુધીનું સૌથી ઝડપથી પ્રચલિત થયું છે. ઘણા દેશોના મોટા રોકાણકારો બીટકોઈનમાં પૈસા રોકે છે. ભારતીય રોકાણકારો પણ બીટકોઈન તરફ આકર્ષિત થયા છે. અલબત, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બીટકોઈનને લઇ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર બીટકોઈન જ નહીં પરંતુ કોઈપણ કરન્સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રતિબંધિત છે.

ભારતીયો મોટા પ્રમાણમાં બિટકોઈન આ ખરીદી રહ્યા હોવાના આંકડા કહી રહ્યા છે ઘણા રોકાણકારોને પોતાના રોકાણનું વળતર તુરંત જોઈએ છે. અત્યાર સુધી બીટકોઈન ખૂબ પ્રચલિત ક્રીપટોકરન્સી રહી છે ટ્રેડિશનલ રોકાણ કરતા બીટકોઈન ખતરો ખૂબ વધુ છે. શેરબજારમાં રોકાણ કરનારા પણ બીટકોઈન તરફ વળ્યા છે રિયલ એસ્ટેટ કે સોનામાં રોકાણ કરવાના સ્થાને કેટલાક રોકાણકારો બીટકોઈનમાં નાણાં રોકી રાખે છે.

ભારતમાં મોટાભાગના રોકાણકારો બીટકોઈન માં રોકાણ કર્યા બાદ તુરંત રોકાણ છૂટું કરી દે છે. આંકડા મુજબ ભારતના ૩૦ થી ૪૦ ટકા બીટકોઈન રોકાણકારો ટૂંકા ગાળાના રોકાણકારો છે ઘણી વખત બીટકોઈન ઓછી કિંમતે રોકાણનું માધ્યમ ગણાતું હોવાના કારણે પણ નાના રોકાણકારો બીટકોઈન તરફ વળ્યા છે. ભલે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા મળી ન હોય પરંતુ આજે પણ દેશમાં રૂ.૧૦૦ રોકીને બીટકોઈનમાં રોકાણ કરી શકાય છે. આ માટે કોઇ ધારાધોરણો પણ નડતા નથી. બીજી તરફ ટ્રેડિશનલ ઇક્વિટીમા રોકાણ કરવા માટે મોટા ભાગના ધારાધોરણોને અનુસરવાનું પડતા હોય છે. બિટકોઇનમાં તુરંત વળતર મળશે તેવી અપેક્ષા રોકાણકારોને હોય છે ૨૦૧૭ બાદ અત્યાર સુધીમાં બિટકોઇનની કિંમત ઘણી વધી ચૂકી છે. એક સમયે જે કોઈએ બીટકોઈન ૯૭૦ ડોલરમાં મળ્યો હતો તે આજે ૨૦ હજાર ડોલરમાં વેચાઈ રહ્યો છે એકંદરે કોઈ વ્યક્તિએ જો ૨૦૧૭માં રૂપિયા એક કરોડનો રોકાણ કર્યું હોય તો અત્યારે તે રૂપિયા ૨૦ કરોડ સુધી પહોંચી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.