Abtak Media Google News

તમામ પ્રોજેક્ટની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીને તાકીદ

રૂડાનાં ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ આજે રૂડા વિસ્તારના રસ્તા, બ્રીજીસ તથા પાણી પુરવઠા યોજનાના કામોની સ્થળ મુલાકાત કરી હતી.

રૂડા વિસ્તારના 24 ગામોમાં શુધ્ધ પીવાના પાણીની સુવિધા આપવા અર્થે બલ્ક વોટર સપ્લાય પ્રોજેકટની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. રૂ. 95.14 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેકટમાં 25 એમએલડી ક્ષમતાવાળો ફીલ્ટર પ્લાન્ટ, પાંચ સ્થળોએ ચાલતી હેડ વર્કસ તથા ફિલ્ટર પ્લાન્ટસની મુલાકાત લીધી હતી.

રીંગરોડ-2, ફેઝ-4, ભાવનગર હાઇવેથી અમદાવાદ હાઈવેને જોડતારોડ તથા પથરેખામાં આવતા બે મેજર બ્રીજ સાથે 10.30 કી.મી.નાં 2-માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂ.31.31કરોડનાં ખર્ચે પ્રગતિ હેઠળ છે.રસ્તા, બ્રીજીસ તથા પાણી પુરવઠા યોજનાની કામગીરીનું નિરિક્ષણ કરેલ તથા તે બાબતે સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો તથા માર્ગદર્શન આપવામાં આવેલ, વધુમાં આ રોડ પ્રોજેક્ટ્સ,બ્રીજનાં કામો તથા પાણી પુરવઠા યોજનામાં બાકી રહેતી કામગીરી ઝડપથી પુર્ણ કરવાની સુચના આપેલ છે.

પાણી પુરવઠા યોજનાં પુર્ણ થયેથી રૂડા વિસ્તારની આશરે બે લાખ લોકોને શુધ્ધ પીવાના પાણીની માળખાકીય સુવિધાનો લાભ મળશે.

રીંગરોડ-2, ફેઝ-4નાં રસ્તાની કામગીરી પુર્ણ થયે ગોંડલ રોડ(નેશનલ હાઇવે) થી અમદાવાદ નેશનલ હાઇવેને જોડતો એક બાયપાસ રસ્તો મળી રહેશે અને ગોંડલ ચોકડી પર તથા શહેરમાં થતા ટ્રાફીકની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.