સિનેમા જગતને આજના દિવસમાં બીજા દુઃખદ સમાચાર, આ અભિનેતાનું થયું નિધન

આજના દિવસમાં સિનેમા જગત માટે આ બીજા દુઃખદ સમાચાર આવ્યા છે. અભિનેતા નસીરુદ્દીન શાહની વેબ સિરીઝ બંદિશ બેન્ડિટ્સનો એક્ટર અમિત મિસ્ત્રી હવે આ દુનિયામાં નથી રહ્યા. 23 એપ્રિલના રોજ હૃદય હુમલાના કારણે તેનું અવસાન થયું. અમિતે અનેક હિન્દી અને ગુજરાતી ફિલ્મો, વેબ-સેરીઝમાં કામ કર્યું છે.

 


ધ સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) એ અભિનેતાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અમિતને શ્રદ્ધાંજલિ આપી હતી, અને ચાહકોને જણાવ્યું હતું કે, તેઓ 2004થી તેમના સભ્ય હતા.

 

અમિત મિસ્ત્રીએ હિન્દીમાં એક ચાલીસકી લાસ્ટ લોકલ, અ જેન્ટલમેન્ટ, ગલી ગલી ચોર હૈ , યમલા પગલાં દિવાના જેવી વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે. જયારે ગુજરાતીમાં બે યાર, ચોર બની થનગનાટ કરે જેવી બીજી અન્ય ફિલ્મોમાં કામ કર્યું છે. ઘણા બધા સેલિબ્રિટીએ ટ્વિટ કરી અમિતને શ્રદ્ધાંજલિ આપી.