Abtak Media Google News

સહકારી આગેવાનોને ફરી કમળ ખિલવવા જવાબદારી ઉપાડી લેવા ઇશારો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦ પ્લસના લક્ષ્યાંકને પાર પાડવા માટે પોતાના સંગઠનની શક્તિ સાથે રાજ્યભરમાં ઘર ઘર સુધી પ્રસરેલી સંઘ (સહકારી માળખા) શક્તિને જોતરવાનો પ્રયાસ કર્યો છે. શાહે રાજ્યભરમાંથી આવેલા વિવિધ સહકારી સંસ્થાઓના વડાઓ, આગેવાનોને અપીલ કરી હતી કે, ૧૯૯૫થી ભાજપ શાસનમાં ગુજરાતના વિકાસને આજે દેશમાં નંબર પર પહોંચ્યો છે, તેમાં ૨૦૦૧થી નરેન્દ્રભાઇએ શાસન ધુરા સંભાળ્યા બાદ સહકારી ક્ષેત્ર થકી કૃષિ વિકાસના અનેકવિધ પગલાં લેવાયા છે તેનાથી ખેડૂત ખુશહાલ બન્યો છે એ વાતને તમે તમારી મંડળીઓના સભ્યો, ખેડૂતોના ઘરે ઘરે પહોંચાડો. તેમણે કોંગ્રેસ શાસનમાં ગુજરાતની બદહાલીના આંકડાઓ આપીને કહ્યું કે, ગુજરાતના ખુણે ખુણાના વિકાસના અનેક કામો થયા છે તેવા સુંદર વાતાવરણને કોઇને સત્તાના સ્વપ્ન આવે એટલે ડહોળવા દેવાય નહીં. ગુજરાતને વધુ આગળ લઇ જવા માટે સહકારી આગેવાનોએ આગળ આવી ૧૫૦ પ્લસ બેઠકના લક્ષ્યને પાર પાડવાની જવાબદારી તમારે ઉપાડી લેવાની છે, ટોન સેટ કરવાનો છે.

ભાજપના ઉપક્રમે રાજ્યભરની સહકારી સંસ્થાઓના વડાઓ, ડિરેક્ટરોનું એક સહકાર સંમેલન ગુજરાત યુનિવર્સિટી ક્ધવેશન હોલમાં યોજાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.