Abtak Media Google News

ભાજપના મોવડી મંડળ સાથે અમિત શાહની તત્કાલ બેઠક અસંતુષ્ટોની વાત સાંભળી ઉકેલ લાવવાની કવાયત શરૂ  

ભારતીય જનતા પક્ષે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કેટલાક આગેવાનો અસંતુષ્ટ છે. આ અસંતુષ્ટોનો રોષ ઠારવા ભાજપ અધ્યક્ષ અમિત શાહે ડેમેજ કંટ્રોલની કામગીરી શ‚ કરી દીધી છે.

કોડીનારના સીટીંગ ધારાસભ્ય જેઠા સોલંકીએ પક્ષના સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ છે. પાર્ટીએ તેમને ટિકિટ આપવાની ના પાડતા તેઓ અસંતુષ્ટ બન્યા છે. બીજી તરફ આઈ.કે.જાડેજાના સમર્થકો પણ ભાજપના મોવડી મંડળનો વિરોધ કરી રહ્યાં છે. ટિકિટની વહેંચણી બાદ ભાજપમાં અસંતોષની જવાળાઓ એવી ભભૂકી ઉઠી છે કે, કમલમ્ ખાતે ભાજપના કાર્યકરોના ટોળા ઉમટી પડયા છે. ભાજપે જાહેર કરેલા કેટલાક ઉમેદવારોનો કાર્યકર્તાઓ દ્વારા જ વિરોધ અને સૂત્રોચ્ચાર કરાતા હાઈ કમાન્ડ પણ ચક્તિ થઈ ગયું છે.

ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ધમાસાણની સ્થિતિ સર્જાઈ છે. રાજપીપળામાં ઉમેદવારને સ્થાને અન્ય ઉમેદવાર મુકવાની માંગણી થઈ રહી છે.

માંડવી બેઠક પર પ્રવિણ ચૌધરીને ટિકિટ આપવામાં આવતા ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન કુંવરજી હળપતિએ શક્તિ પ્રદર્શન કરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

બેઠક પર ભાજપના અરવિંદ બારૈયાએ નારાજ થઈને અપક્ષ ચૂંટણી લડવા ચિમકી આપી હોવાનું વર્તુળોમાં ચર્ચાઈ છે. નર્મદામાં ભાજપના ઉમેદવાર શબ્દશરણને બદલવા કાર્યકરોએ કમલમ્માં જોરદાર રજૂઆત કરી છે. બીજી તરફ વલસાડમાં ધારાસભ્ય કનુ દેસાઈને ટિકિટ ન ફાળવાતા કાર્યકરો રજૂઆત કરવા દોડી ગયા છે. આ તમામ સ્થિતિમાં અસંતુષ્ટોનો રોષ ઠારવા અને સમાધાનકારી પગલા ભરવા અમિત શાહે કવાયત હાથ ધરી છે.બીજી તરફ ડેપ્યુટી સીએમ નિતીન પટેલે મહેસાણામાં ઘર આંગણે પાટીદાર પાવર બતાવ્યો છે.

મહેસાણાની મેગા રેલીમાં અનેક પાટીદારો ભાજપના પડખે હોવાનું ફલીત થઈ ગયું છે. ભાજપની આ રેલી પાટીદાર સંકલન સમીતી દ્વારા આયોજીત હતી. જેમાં બહોળી સંખ્યામાં પાટીદાર યુવાનો ઉમટી પડયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.