Abtak Media Google News
  • સહકારી ક્ષેત્રની રચના બાદ સૌ પ્રથમ શુકનવંતુ નેતૃત્વ આપનાર
  • સહકારથી નાના માણસોના જીવનમાં સમૃધ્ધિના અધ્યાયનો ભારત વિશ્ર્વને પરિચય કરાવશે: સહકારી ક્ષેત્રે અને કોર્પોરેટ જગતની સ્પર્ધા વિકાસને નવી ઉંચાય અપાવશે

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી આર્થીક મહાસતા બનવા જઈ રહી છે. ત્યારે  દેશના વિકાસમા સહકાર ક્ષેત્રને યશભાગી બનાવવા મોદી સરકારે સૌ પ્રથમ સહકારી મંત્રાલય બનાવ્યું અને તેનું પ્રથમ સુકનવંતુ નેતૃત્વ અમીતભાઈ શાહને આપ્યું શાહનું આ શુકંવત  નેતૃત્વ  સહકાર અને  ઉદ્યોગ વચ્ચે  સ્પર્ધાથી વિકાસને નવી ઉંચાય મળશે તે નિશ્ર્ચિત છે.

અમિતભાઈ શાહને મોદી 3.0 શાસનમાં ફરી ગૃહ અને સહકાર ખાતાંનો ભાર સોંપવામાં આવ્યો છે. આ સમાચારથી સહકારી ક્ષેત્રમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રવર્તે છે. ઉલ્લેખનીય છે કે મોદી શાસન 2.0 કાર્યકાળમાં દેશમાં સર્વપ્રથમ વખત સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી હતી.અમિતભાઈ શાહ સહકારી ક્ષેત્રના અનુભવી કાર્યકર્તા હોવાને કારણે સહકારી ક્ષેત્રની સમસ્યાઓથી વાકેફ હતા એટલે તેમણે સહકારી ક્ષેત્રમાં સુધારા કરવા પર ભાર મૂક્યો અને વરિષ્ઠ સહકારી નેતા સુરેશ પ્રભુના વડપણ હેઠળ સહકારી ક્ષેત્રમાં સુધારા લાગુ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી અને સહકારી ક્ષેત્રમાં સુધારાનો વાયરો વાયો. આ દરમિયાન ભારતે વિશ્વને એ પ્રતીતિ આપી કે સહકારિતાના માધ્યમ થકી નાના માણસના જીવનમાં પરિવર્તન આણી શકાય છે. સાથે જ એ પ્રતીતિ પણ આપી કે સહકારિતા ક્ષેત્ર કોર્પોરેટ જગતને સ્પર્ધા પૂરી પાડવા સક્ષમ છે.

પેક્સ(પ્રાથમિક ખેતી ધિરાણ મંડળી)થી માંડીને એપેકસ(સર્વોચ્ચ) સ્તરનો અનુભવ ધરાવતા અમિતભાઈ સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈ અને ગરિમા પ્રદાન કરશે તે વિશ્વાસ દૃઢ થયો છે. તેથી હવે જ્યારે અમિતભાઈ શાહે પુન: સહકારિતા વિભાગની બાગડોર સંભાળી છે, ત્યારે ગત સમયના સુધારની અપૂર્ણ સફર ફરી રફતાર પકડશે અને સહકારી ક્ષેત્રને સ્વાવલંબન અને સ્વ-વિકાસની નવી રાહ મળી રહેશે.સહકારી ક્ષેત્રના રાષ્ટ્રીય અગ્રણી અને નેશનલ અર્બન કો-ઓપરેટીવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ગઞઈઋઉઈ)ના ચેરમેન જ્યોતીન્દ્રભાઈ મહેતાએ અમિતભાઈ શાહની ફેર-વરણીને આવકારતાં જણાવ્યું છે કે અમિતભાઈના ફરી આવવાથી રાહત થઇ છે. તેમની પાસે સહકારિતા ક્ષેત્રને લઇ એક વિઝનરી મોડેલ છે, પોતાના પૂર્વ કાર્યકાળમાં સહકારી ક્ષેત્રને જે પોતાપણું અને વિશ્વાસની ભાવના આપી હતી, તેના થકી સહકારી ક્ષેત્રને તેમના પ્રત્યે અપેક્ષા બની છે કે તેઓ આ ક્ષેત્રને ઊંચું લાવી નવી ગતિ પ્રદાન કરવામાં કસર છોડશે નહીં. સહકારી ક્ષેત્રના સુધારાને નવી ગતિ સાંપડશે. સમગ્ર સહકારી ક્ષેત્રની શુભકામનાઓ અમિતભાઈ સાથે છે.

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.