જામનગર જીલ્લામાં કપાસના ઉત્પાદનની આનાવરી કરાવવા કૃષિ મંત્રીને રજુઆત

cotton
cotton

જામનગર જિલ્લા અને કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિમંત્રીને લેખીત રજુઆત કરાઈ

જામનગર જીલ્લામાં તેમજ ગુજરા રાજયમાં કપાસના ઉત્પાદનની આનાવરી કરવા અંગે કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજયના કૃષિમંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું કે ચાલુ વર્ષ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ જામનગર જીલ્લામાં અતિ ઓછો વરસાદ થયેલ છે જેમાં કાલાવડ તાલુકાનો સમાવેશ થાય છે.

જામનગર જીલ્લાનાં તમામ તાલુકામાં અતિ ઓછા વરસાદ થયેલ હોવા છતા તલાટી કમ મંત્રીઓ મારફતે કલેકટર જામનગર મારફતે ખેડુતોને કપાસ વાવેતર કરેલ છે. તેવું અતિ ઓછુ ઉત્પાદન થયેલ છે. અગરતો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે.

ખેડુતોના પાક માટે દરેક ખેડુત ખાતેદારો પોતાના પાકનું પ્રિમીયમ ભરેલ છે. પરંતુ પાકની આનાવારી ગુજરાત સરકાર દ્વારા સાચીને ખરી કરવામાં આવતી નથી. ખેડુતોને તથા સીસ્ટમને ખોટી દર્શાવવા રોજબરોજ મહારાષ્ટ્રમાંથી કપાસની આશરે ૫૦૦ ટ્રક ગુજરાતમાં ઠાલવવામાં આવે છે જેથી ગુજરાતમાં કપાસનું મોટા પાયે ઉત્પાદન બતાવી શકાય.

ગુજરાત સરકારે જામનગર જીલ્લાને કપાસ વાવેતર કરનાર ખેડુતોની આનાવારી તાત્કાલીક તલાટી કમ મંત્રી મારફતે સાચીને ખરી કરી ખેડુતોને પાક વિમો ચૂકવવા માંગણી છે. ખેડુતોનું શોષણ સરકાર બંધ કરે, રોજબરોજ ખેડુત અત્યાચારના બનાવ બને છે જે રોકવા સરકારની નૈતિક જવાબદારી રહેલી છે. તેમ જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે.