Abtak Media Google News
  • તમાકુ ખાવો, પીવો, ચાવો કે સૂંઘો બધી જ રીતે નુકશાનકર્તા : કાલે વિશ્ર્વ તમાકુ વિરોધી દિવસ
  • પાન, તમાકુ,માવા, ગુટખા, ધુમ્રપાનના વ્યસનીઓની વધતી સંખ્યા ગુજરાત માટે ચિંતાજનક:  ટકાઉ વિકાસના એજન્ડામાં 2030 સુધીમાં તમાકુ મુક્ત વિશ્ર્વનો લક્ષ્યાંક હાંસલ કરવાની વાત : આગામી છ વર્ષમાં તમાકુ સંબંધિત મૃત્યુદરમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો લાવવા સહિયારી જવાબદારી
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1987 એક થી આ દિવસ ઉજવાય છે: તમાકુના વ્યસનને કારણે કેન્સરના રોગોમાં ભયંકર વધારો થયો છે:
  • 12 થી 17 વર્ષના યુવા વર્ગો આ દુષણને કારણે વધુ જોખમમાં છે: દર વર્ષે તમાકુના સેવનને કારણે
  • 80 લાખ લોકોનું મૃત્યુ થાય છે

આ વર્ષની ઉજવણી થીમ: ’બાળકોને તમાકુ ઉદ્યોગની દખલગીરીથી રક્ષણ’ છે: વિશ્ર્વભરમાં તમાકુની ખેતી માટે અંદાજે 35 લાખ હેક્ટર જમીનનો ઉપયોગ થાય છે: તમાકુ તમારા શરીરનાં મુખ, ગળું, ફેફ્સા, જઠર, મૂત્રપિંડ, મુત્રાશય વિગેરેના કેન્સર માટે જવાબદાર છે: વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2008 માં તમાકુની જાહેરાત અને પ્રચાર પર પ્રતિબંધ મુક્યો હતો: તમાકુ ખાવાથી થતા કેન્સરના કેસમાં ત્રણ વર્ષથી સતત વધારો થયો છે

આજના યુગમાં તમાકુના વધતા ચલણને કારણે દિનપ્રતિદીન કેન્સરનાં કેસો વધી રહ્યા છે. સમગ્ર દેશમાં ગુજરાતને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાન-માવા, ફાકીને ગુટખાના ચલણે માઝા મુકી છે. તમાકુ ખાવો, પીવો, ચાવો કે સુંઘો તે બધી જ રીતે નુકશાનકર્તા છે અને કેન્સરને ખુલ્લું આમંત્રણ આપે છે. ધુમ્રપાનથી ફેફ્સાના કેન્સરમાં જબ્બર ઉછાળો આવ્યો છે. પર પ્રાંતીય મજુરો વધુ પડતું સેવન ગુટખાનું કરતા હોવાથી સ્ત્રી-પુરૂષ કે બાળકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. એક આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે અંદાજે એક કરોડ લોકો તમાકુ સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે. યુએનના ટકાઉ વિકાસના એજન્ડામાં 2030 સુધી તેના મૃત્યુદરના લક્ષ્યાંકોમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો લાવવા વૈશ્ર્વિક લેવલે કાર્ય આરંભેલ છે.

સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 1987થી તમાકુ વિરોધી દિવસની ઉજવણી કરાય છે. વિશ્વભરમાં દર વર્ષે તમાકુ ઉગાડવા માટે લગભગ 35 લાખ હેક્ટર જમીનનો નાશ થાય છે, તેમની ખેતી દર વર્ષે બે લાખ હેક્ટરના વન નાબુદી અને જમીનની અધોગતિ માટે જવાબદાર છે. 12 થી 17 વર્ષના દેશના યુવા વર્ગ તમાકુની ચુંગલમાં સૌથી વધુ ફસાતા જાય છે. ગુટખામાં તમાકુ આવતી જેના પર સરકારે પ્રતિબંધ મુકતા હવે ગુટખાને તમાકુની પડીકી અલગ આપવાની યોજના કંપની લાવતા હાલ લોકો બંને મિક્સ કરીને ખાય છે. આપણાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેન્સરનાં કેસોમાં જડબાના કેન્સર છે, જેનું મુખ્ય કારણ તમાકુનું સેવન છે. ગુટખા-ફાકી-પાનમાં તમાકુ ચાવો, ધુમ્રપાનથી તમાકુ પીવો, ખાલી તમાકુ હોઠમાં ભરાવી ચાવો કે બજર કે તમાકુ સુંઘો તે એકંદર નુકશાનકર્તા જ છે. આ વર્ષની ઉજવણી થીમ ’બાળકોને તમાકુ ઉદ્યોગની દખલગીરીથી રક્ષણ છે. પર્યાવરણ પર તમાકુ ઉદ્યોગની હાનીકારક અસર વધી રહી છે. આપણી પૃથ્વી ઉપર પહેલાથી જ દુર્લભ સંસાધનો અને નાજુક ઇકો સિસ્ટમ પર બિનજરૂરી દબાણ ઉમેરી રહી છે. ત્યારે લોક જાગૃતિ દ્વારા વ્યસનમુક્ત સ્વસ્થ સમાજ નિર્માણ કરવો અતી આવશ્યક છે.  ભારત સરકાર પણ લોકોને તમાકુના સેવનથી થતાં સ્વાસ્થ્ય સંબંધી અસરો વિશે શિક્ષિત કરવા માટે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ચલાવે છે.

તમાકુને કેન્સર સાથે સીધા સંબંધ છે. ફેક્સાના કેન્સર વાળાનો ઇતિહાસ તપાસો તો ધુમ્રપાન પ્રથમ સ્થાને આવે છે. 80 થી 90 ટકા સિગારેટ કે ધુમ્રપાન કરનારાને ફેફ્સાનું કેન્સર થતું જોવા મળે છે. તમાકુએ પુરૂષો માટેનું મૃત્યુંનું પ્રથમ કારણ છે, તો પુરૂષો અને સ્ત્રીઓ બંનેના સમાવેશનું બીજુ કારણ છે. ઠઇંઘ એ 2008 માં તમાકુ ની જાહેરાત કે પ્રચાર માટે પ્રતિબંધ મુક્યો હતો. કોઇપણ પ્રકારની તમાકુ ખાવાથી ફેફ્સાની ક્ષમતા ઘટી જાય છે.

ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વિશ્વનાં 80 ટકા ધુમ્રપાન કરનારા રહે છે. આજના દિવસે વિવિધ કાર્યક્રમો યોજીને તમાકુની શરીર પર હાનીકારક અસરોની જાગૃત્તિ લાવવી અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવી. વિશ્વમાં હાલ 150 કરોડથી વધુ લોકો તમાકુના બંધાણી છે. જેમાં 90 કરોડ તો એકલા ભારતના જ છે, તેથી કલ્પના કરો કે તેને કારણે થતાં કેન્સરને કારણે આપણા દેશમાં વિશ્વમાં સૌથી મૃત્યું થતાં હશે. તમાકુના સેવનથી  હૃદય રોગ , સ્ટ્રોક, કેન્સર અને ડાયાબીટીસ જેવા રોગો થાય છે, આ સિવાય ટાઇપ ટુ ડાયાબીટીસનું જોખમ પણ વધી જાય છે.

વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે ત્યારે દર સેક્ધડે સીગારેટ કે બીડી પીવાથી એક વ્યક્તિ મૃત્યું પામે છે. એક વર્ષમાં 5 લાખ મહિલાઓના મોત થાય છે. કેન્સર હોસ્પિટલમાં દાખલ થયેલા કુલ દર્દીમાં અડધા ઉપરનાં દર્દીઓ માત્ર મોઢા, ગળા કે જડબાના કેન્સરવાળા જોવા મળે છે. આ દર્દીઓ પૈકી 80 ટકા તમાકું કે ધુમ્રપાનના વ્યસનીઓ હોય છે. છેલ્લા દશકામાં તમાકુને કારણે કેન્સર જેવા રોગોથી થતાં મૃત્યું આંક ત્રણ ગણો વધી ગયો છે. 25 થી 50 વર્ષ વચ્ચેની ઊંમરનામાં કેન્સર કે હૃદ્યરોગથી મૃત્યું વધુ થયા છે.

ફાકી સતત મોંમા રાખીને ચાવ્યા કરવાથી ઓરલ કે માઉથ કેન્સર થવાના ચાન્સ વધુ હોય છે. કેન્સર ખૂબ જ મોટી બીમારી છે. મોટાભાગના કેસો બીજા કે ત્રીજા સ્ટેજમાં પકડાય છે. જેથી દર્દીને બચાવવો મુશ્કેલ થઇ જાય છે. આપણા ગુજરાતમાં મોઢા કે જડબા કે ગળાના, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સર વધુ જોવા મળે છે. ગત વર્ષે 13 લાખ જેટલા નવા કેસ એક વર્ષમાં નોંધાયા હતા. એક રિપોર્ટ મુજબ ભારતમાં દર એક લાખે 70 થી 90 જેટલા કેન્સરના દર્દીઓ જોવા મળે છે. આપણાં દેશમાં દર વર્ષે 7 લાખ લોકો કેન્સરથી મૃત્યું પામે છે. જેની પાછળ તમાકુ મુખ્ય કારણ છે. એડવાન્સ સ્ટેજમાં કેન્સરની ખબર પડે તો જ તેના બચવાના ચાન્સ વધી જાય છે. તમાકુના વધતા ચલણે સૌરાષ્ટ્રના યુવાવર્ગને બરબાદ કરી નાખ્યો છે. આજે જ્યાં જોવો ત્યાં નાના યુવાનો તમાકુ-ધુમ્રપાન-દારૂ-ગુટખા જેવા વ્યસનો ધરાવતા થઇ ગયા છે. ઓછી આવકવાળાને ઝુપડપટ્ટી જેવા વિસ્તારોમાં તો બાળકો અને મહિલાઓ પણ વ્યસની હોય છે. હાઇફાઇ સોસાયટીઓમાં યુવક સાથે યુવતીઓ પણ ધુમ્રપાન કરતી જોવા મળે છે. નાની ઊંમરમાં આવતા હાર્ટએટેક કે હૃદ્યરોગની સમસ્યા પાછળ તમાકુનું સેવન મુખ્ય જવાબદાર છે. કોરોના જેવી મહામારીના સંક્રમણથી બચવા માટે વ્યસન છોડવાની સલાહ આપવામાં આવી હતી.

છેલ્લે એક હૃદયસ્પર્શી વાત…..  એક વ્યસની તેના જીવન દરમ્યાન દોઢ કરોડ રૂપિયા ખર્ચે છે !!

તમાકુ છોડવાથી માત્ર અડધી કલાકમાં જ તમારા શરીરમાં થાય છે, આ ફેરફાર

તમાકુ છોડવાથી 20 મિનિટની અંદર તમારા હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. 12 કલાકમાં તમારા લોહીમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સામાન્ય થઇ જાય છે અને ત્રણ મહિનામાં તમારા ફેફ્સાનું કાર્ય વધી જાય છે. છ મહિનામાં ઉધરસ કે શ્ર્વાસની તકલીફ દૂર થાય છે, અને એક વર્ષમાં તો હૃદ્યરોગનું જોખમ પણ અડધુ થઇ જાય છે. આટલા બધા ફાયદાઓ હોવા છતાં લોકો તેનું સેવન કરે છે. આજે જ તમાકુ છોડો જ સ્વસ્થ જીવનની ચાવી છે. મન મક્કમ કરીને તમાકુ સેવન છોડોને પરિવારને બચાવો.

તમાકુ ખાવાથી થતા કેન્સરના કેસમાં ત્રણ વર્ષથી સતત વધારો

આપણાં દેશમાં પાન-તમાકુ-ફાકી-માવા કે ગુટખા-તમાકુ વધતા ચલણે છેલ્લા દશકામાં કેન્સરનો આંકડો વધારી દીધો છે. ગુજરાતીઓ માટે ચિંતાજનક વાત એ છે કે કેન્સરના કુલ કેસો નોંધાય છે, તે પૈકી અડધા દર્દીઓ મૃત્યું પામે છે.   છેલ્લા ત્રણ વર્ષથી આપણાં રાજ્યમાં કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે. ભારતમાં તમાકુને કારણે કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે. ભારતમાં તમાકુને કારણે કેન્સર થવાના આંકડા જોઇએ તો દર લાખ વ્યક્તિએ 90 જેટલાને કેન્સર જોવા મળ્યું છે. મોઢાના કેન્સરમાં લોકો પ્રારંભિક તપાસ કરાવવા લાગ્યા છે પણ તેની ટકાવારી હજી 60 ટકા જ છે. ધુમ્રપાનને કારણે ફેફ્સાના કેન્સર વધુ જોવા મળે છે. આપણાં ગુજરાતમાં મોઢા-જડબા-ગળાના, ગર્ભાશયના અને ફેક્સાના કેન્સરના દર્દી વધુ જોવા મળે છે. આનાથી બચવા કેન્સરના કોઇ લક્ષણ જણાય તો તુરંત જ નિદાન-સારવાર કરવી જરૂરી છે. કેન્સરમાં વહેલું નિદાન જ બચાવનો શ્રેષ્ઠ ઉપાય છે. નિષ્ણાંતો માને છે કે તમાકુ-દારૂના વધતા દુષણને લીધે મો-ગળા-ફેફ્સા, લિવરના કેસમાં સતત વધારો જોવા મળે છે. આધુનિક વિશ્વમાં સૌ પ્રથમ તમાકુ વિરોધી ઝુંબેશ જર્મનીમાં નાઝીઓએ શરૂ કરી હતી. 20મી સદીમાં ધુમ્રપાનથી ફેફ્સાનું કેન્સર થવાનું જર્મન ડોક્ટરે જ સંશોધન કરેલ હતું. હિટલર તેની યુવાવયે 40 જેટલી સિગારેટ પીતા હતા પણ, બાદમાં પોતાના અંગત-મિત્રોને સિગારેટ નહીં પીવાની સલાહ આપતા હતા. એ જમાનામાં જર્મનીમાં એન્ટી સ્મોકિંગ સુત્રો લખવામાં આવતા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.