‘અબતક’ના અહેવાલ બાદ પુરવઠા અને પોલીસ તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન

અબતકદૈનિક પ્રસિધ્ધ કરેલા સમાચાર થી ગીર-સોમનાથ જીલ્લાના ચારેય બાજુ પુરવઠાતંત્ર અને પોલીસતંત્ર દ્વારા સર્ચ ઓપરેશન કરી ચેકીંગ દરમીયાન સરકાર તરફથી અપાતા ગરીબોના રેશનિંગ ના ઘઉં અને ચોખા જડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગરીબોના અનાજનું બારોબાર વેચાણ કરનારના મોટા સડયંત્રના નામાંકીત લોકોનો નામ ખુલેલ છે અને હજી પણ ઘણા એવા આ ગરીબોના અનાજનો બારોબાર વેચનાર ગઠીયાઓ કોડીનાર તાલુકા તેમજ ગીરસોમનાથ જીલ્લાના ઘણા એરીયાઓ માં આ ગરીબોના સરકારી અનાજ ના જથ્થાઓ સંતાણી ને રાખે છે અને ત્યાથી છકડોરીક્ષા,આઈસર ટેમ્પો દ્વારા આ સરકારી અનાજનો સપલાય કરી ગેર-કાયદેસર રીતે ટોરસ(ટ્રક) અને કંન્ટેનર માં બારોબાર ભરી ગાંધીધામ બાજુ નક્કી કરેલા એજન્ટો દ્વારા વેહચી મારે છે.

આ ગરીબોનો લોહી ચુસતા આ ગઠીયાઓ લાખો રૂપીયાની કમાણી કરે છે જેથી જ્યારે પણ પુરવઠાતંત્ર અને પોલીસતંત્ર આ વહાનો જ્યારે પકડાય ત્યારે તેની ઉડાણ પુરવક પુછપરછ કરે કે આ અનાજનો જથ્થે ક્યાથી આવ્યો.? અને કોને દેવાનો છે.? એ દીશાની પુછપરછ તરફ જાયતો બાકી બચીગયેલા આ સરકારી અનાજ નો બારોબાર વેચાણ કરનાર મુખ્ય સુત્રધારો પરદાફાસ થાય તેમ છે તેવુ લોકોમાં ચર્ચાય રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.