અમરેલી: લમ્પી વાયરસને લઈ પશુપાલનની 11 ટીમ કાર્યરત

પશુઓમાં લમ્પીના લક્ષણો જણાય તો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે: પશુપાલન કચેરી, અમરેલી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

તાજેતરમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી નામનો વાઈરસ સંક્રમિત થઈ રહ્યો છે.  અનેક પશુઓ લમ્પી ડિસીઝનો ભોગ બની રહ્યા છે. અમરેલી જિલ્લામાં પશુપાલકો તેમના પશુઓના સ્વાસ્થ્ય માટે જાગૃત્તિ આવે અને સચેત રહે તે માટે કાળજી લેવા પશુપાલન કચેરી, અમરેલી દ્વારા સહકાર માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

લમ્પી વાઈરસ એ માખી, મચ્છર દ્વારા રોગગ્રસ્ત પશુઓમાંથી અન્ય પશુઓમાં ફેલાતો હોય છે. આ રોગના લીધે પશુઓની ચામડી પર ફોલ્લા થવા, પશુઓને તાવ આવવો, તેના નાકમાંથી પ્રવાહી આવવું, પશુ ખોરાક લેતા બંધ થઈ જાય તે સહિતના લક્ષણો જોવા મળે છે. આ કારણે જો કે પશુનું મરણ થતું હોય તેવું પ્રમાણ નહિવત છે.

અમરેલી જિલ્લા પશુપાલન કચેરીની કુલ 11 ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા જિલ્લાભરમાં ઘરે-ઘરે સર્વે, રસીકરણ, સારવાર તથા પશુ મૃત્યુ જણાય તો પોસ્ટ મોર્ટમ વગેરેની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં આ વાઈરસથી બે પશુઓનું મરણ નિપજ્યું છે.

કોઈપણ પશુ લમ્પી વાયરસનો શિકાર જણાય, બિમાર જણાય અથવા મરણની જગ્યાના સરનામા સાથેની વિગતો જાણ કરવા માટે તો હેલ્પલાઈન નંબર 1962માં અથવા પશુ ચિકિત્સા અધિકારી 1)   ડો. એસ.બી. કુનડીયા, ઈ.ચા. નાયબ પશુપાલન નિયામક-અમરેલી 9426422877, 2)   ડો. ડી.એલ.પાલડીયા, મદદનીશ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, અમરેલી 9427184079, 3)  ડો. એન.કે.સાવલીયા, મદદનીશ પશુપાલન નિયામક-અમરેલી 9879690216 4)  ડો.જી.એસ.ગોસ્વામી, પશુચિકિત્સા અધિકારી  અમરેલી 9824944048,  5)   ડો.એમ.જી.ચોથાણી, પશુચિકિત્સા અધિકારી, બાબરા 9998989596  6)   ડો. જે.એ.માલવીયા, પશુચિકિત્સા અધિકારી, બગસરા 8866322482 7)  ડો. એસ.આર. ગોંડલીયા પશુચિકિત્સા અધિકારી, ધારી 9601266277 8)   ડો.એમ.વી.પલસાણીયા, પશુચિકિત્સા અધિકારી, જાફરાબાદ 7567024421  9)   ડો.પી.ડી.લીંબાણી, પશુચિકિત્સા અધિકારી,ખાંભા 9978760055  10)   ડો. એચ.એમ.કોટડીયા, પશુચિકિત્સા અધિકારી, કુંકાવાવ 98793325260,  11)   ડો. એચ.એન.સુદાણી, પશુચિકિત્સા અધિકારી, લાઠી 9904643873, 12)   ડો. એન.બી.પડિયા, પશુચિકિત્સા અધિકારી, લીલીયા 9428969449 13) ડો.વી.વી. ભૂત, પશુચિકિત્સા અધિકારી, રાજુલા 9824943636, 14)   ડો. વી.બી. દેસાઈ, પશુચિકિત્સા અધિકારી, સાવરકુંડલા 9879280550,  કંટ્રોલરૂમનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક , અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.