આત્મહત્યાના ઇરાદે ઘરેથી નીકળેલી મહિલાનો બચાવ કરતી અમરેલી ૧૮૧ અભયમ્ ટીમ

અબતક, ભરત ગોંડલિયા, અમરેલી

અમરેલી ૧૮૧ ટીમને એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરી જાણ કરવામાં આવેલ એક મહિલા રેલવેના પટ્ટા પર બેઠેલ છે, હાથમા સોઈ લગાવેલ છે કદાચ દવાખાનેથી સારવાર લઇ હોઈ તેવું દેખાઈ છે, બેનને અભયમ મહિલા હેલપલાઇનની મદદની જરૂર છે, ત્યારે તુરંત જ ફરજ પરના કાઉન્સેલર બેન મિનિટો મા બેન સુધી પહોંચી ગયા, બેન અહી કેમ બેઠા છો શું તકલીફ છે,? નિહ શબ્દ બેન. કંઇક જવાબ ન આપતા તાલીમ બદ્ધ ૧૮૧ કાઉન્સિલરે મહિલાને વિશ્વાસ મા લઈ ‘અમે તમારી મુશ્કેલીઓ હલ કરવામા મદદ કરીશું તમે કઈક બોલો તો હું તમારી મદદ કરી શકું’

બેન પતિ રોજે કોઈ ને કોઈ વાત ને લઇ જગડાઓ કરે છે હું ફિક્સ પગારમા પ્રાઇવેટ નોકરી કરું ઘર ભાડું છોકરા છોકરીની સંભાળ રાખું ઘર ખર્ચમા મદદ કરુ, હવે હું કંટાળી મારે મરી જવું છે પતિ ને શાંતિ થઈ જાય, આમ પીડિતા બેનની આપવીતી જાણી, બેન ને મહિલાઓનું સ્વાસ્થ આખા જીવનકાળ દરમિયાન ખુબજ મહત્વનું છે આમ ઘરમા પતિ સાથે કોઈ સમસ્યા હોઈ તો ૨૪ કલાક ૭ દિવસ મહિલા હેલ્પલાઈન તમારી સેવામા છે જ, આમ આત્મહત્યાએ કોઈ નિવારણ નથી

પતિ મજૂરી કામ માટે જતા રહેલા છે ઘરે હાજર નથી ત્યારે પતિ ને અને પરિવારના બીજા સભ્યોને જાણ કરી, પીડિતા બેન મહિલાઓ માટે સરકાર દ્વારા ચાલતા કાઉન્સેલિંગ સેન્ટ્રરો વિશે માહિતી આપી, આપધાતના વિચારોમાંથી મુક્ત કરી લાંબા ગાળાના કાઉંસેલિંગ માટે  મહિલા સહાયતા કેન્દ્રમાં મોકલવામાં આવેલ, આમ જોઈ તો દર વર્ષ ૧૦ સપ્ટેમ્બરના દિવસે ‘વિશ્વ આપઘાત નિવારણ દિવસ’ ઉજવવામાં આવે છે ત્યારે વિશ્વ આપઘાત નિવારણ દિવસ પૂર્વે જ એક મહિલા ને આપધાતનાં વિચારમાંથી મુક્ત કરી જીવન જીવવાની નવી રાહ ચિંધાડવાનું કામ અમરેલી અભયમ ટીમ દ્વારા કરવામાં આવેલ.