અમરેલી: ચારનાળા રોડ પર ટ્રક-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

ડ્રાઇવિંગ દરમિયાન બેદરકારી તો વાહનની પુરપાટ ઝડપને કારણે અકસ્માતના બનાવો વધતા જઈ રહ્યા છે. વર્ષે લાખો લોકો અકસ્માતમાં મોતને ભેટે છે. અમરેલી-રાજુલાના ચારનાળા રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રક અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

ત્રણેય મૃતક એક જ પરિવારના હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. અમરેલીના જાફરાબાદના ચોત્રા ગામના દેવીપૂજક પરિવારને અકસ્માત નડ્યો છે. માતા-પિતા અને પુત્રનું મોત નીપજ્યું છે.

ટુ વ્હીલ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માતની આ ઘટનાની જાણ થતાં જ માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી તાત્કાલિક ધોરણે પહોંચી જરૂરી કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપી હતી. મૃત્યુ પામેલ લોકોને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.