Abtak Media Google News

યાર્ડના પૂર્વ ચેરમેનના પુત્રની જાન પરણવા ગઇ ઘરકામ કરતી મહિલાને પતિ સાથે બોલાચાલી બાદ છરી વડે તૂટી પડયો

હત્યારો વતન જસદણ આવી ઝેરી દવા પી જીવન ટુંકાવી લેતા: ચાર સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

અમરેલીમા ભાજપ અગ્રણી અને યાર્ડના પુર્વ ચેરમેન પી.પી.સોજીત્રાના પુત્રના આજે લગ્ન હતા અને પરિવાર જાન લઇને ગયો હતો ત્યારે પાછળથી ઘરમા કામ કરતા અનીશાબેન સલીમભાઇ મકવાણા (ઉ.વ.37) નામની મહિલાની તેના જ પતિએ છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. બાદમા મહિલાના પતિએ જસદણ જઇ ઝેર પી આપઘાત કરી લીધો હતો.

આ ઘટના અમરેલીમા બપોરે આશરે અઢી વાગ્યાના સુમારે માણેકપરા વિસ્તારમા પી.પી.સોજીત્રાના ઘરમા બની હતી. મૃતક અનીશાબેન મકવાણા છેલ્લા એકાદ માસથી તેમના ઘરમા કામ કરતા હતા. સોજીત્રા પરિવાર જાન લઇને ગયો ત્યારે અનીશાબેન અને અન્ય કેટલીક મહિલાઓ ઘરે કામકાજ માટે રોકાઇ હતી. સવારે અનીશાબેનનો પતિ સલીમ અનવર મકવાણા પણ ત્યાં ઘરે આવ્યો હતો. બંને વચ્ચે ઘરમા અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. બપોરના બે વાગ્યા બાદ સલીમ મકવાણા ફરી અહી આવ્યો હતો અને સીધો જ પત્ની પર છરી વડે તુટી પડયો હતો.

સલીમે પત્નીને ગળા, મોઢા અને પીઠ વિગેરે જગ્યાએ આઠ ઘા ઝીંકી દીધા હતા. અને છરીનો ઘા કરી ત્યાંથી નાસી છુટયો હતો. લોહીલુહાણ હાલતમા અનીશાબેન મકવાણાને સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાયા હતા. પરંતુ અહી તેમને મૃત જાહેર કરાયા હતા. બીજી તરફ હત્યા કરી સલીમ પોતાના ગામ જસદણ નાસી ગયો હતો અને સાંજના સમયે ત્યાં તેણે ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે સીટી પોલીસ માણેકપરામા દોડી ગઇ હતી. મોડી સાંજે આ બારામા ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

હત્યારા સલીમ અનવર મકવાણાએ એકાદ માસ પહેલા જસદણમા પિતાનુ ગળુ દબાવ્યુ હતુ જેથી પિતાએ પોલીસ કેસ કર્યો હતો અને જામીન પર છુટયા બાદ તે અમરેલી રહેવા આવતો રહ્યો હતો. મૃતક દંપતિને સંતાનમા બે દીકરી અને એક દીકરો છે. જે ત્રણેય નોંધારા બન્યા છે. મોટી દીકરી 16 વર્ષની છે અને તેની સગાઇ પણ કરી નાખવામા આવી છે

પી.પી.સોજીત્રાના ઘરમા સીસીટીવી કેમેરા લગાવાયા હોય આ મહિલાની હત્યાની ઘટના સીસીટીવી કેમેરામા પણ કેદ થઇ હતી. જે દ્રશ્યો પોલીસે કબજે લીધા છે. મૃતક સલીમ અને અનીશા એક માસથી અમરેલીમા રહેતા હતા. અનીશાના માવતર રાંઢીયા ગામના વતની છે અને તેમના લગ્ન જસદણ ખાતે કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.