Abtak Media Google News
  • ત્રણ ગ્રાહકોનાં નામ અને મોબાઈલ નંબર બદલી કટકે કટકે ત્રણ વર્ષ સુધી   પૈસા ઉપાડયા
  • એક ગ્રાહકે એકાઉન્ટ  તપાસતા ભાંડો ફૂટયો : પોલીસે  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

અમરેલીના દામનગરમાં  આવેલી એસબીઆઈ  બેંકમાં તેના જ   કર્મચારીએ ત્રણ ગ્રાહકોના   નામ નંબર મેળવી કુલ રૂ. 23.85 લાખની છેતરપીડી કર્યાની ફરિયાદ દામનગર પોલીસમાં  નોંધાતા પોલીસે  એસબીઆઈનાં એકાઉન્ટન્ટ સામે છેતરપીંડીનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

બનાવ અંગેની  વિગતો મુજબ  દામનગરમાં  આવેલ એસબીઆઈ બેંકનાં મેનેજર  વિમલભાઈ રણવીર સામલા નામના યુવાને  પોતાની ફરિયાદમાં આરોપી તરીકે એસબીઆઈ બેંકનાં એકાઉન્ટેટ  રાજકુમાર  વાસુદેવ   શર્માનું નામ આપ્યું હતુ તેને ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેને  4/2022માં દામનગરની એસબીઆઈમાં મેનેજર તરીકે ચાર્જ સંભાળ્યો હતો બાદ  થોડા દિવસ  પછી તેના બેંકના ખાતા ધારક  દમયંતીબેન ભુપતરાય શુકલાએ બેંકની મુલાકાત  સમયે તેને  તેના એકાઉન્ટમાં  મોટા ટ્રાન્ઝેકશન થયાનું જણાવ્યું હતુ જેથી મેનેજરે તેનું એકાઉન્ટ  તપાસતા તે કોઈ અન્ય  વ્યકિતના  નામે એકાઉન્ટ  હોવાનું  જાણવા મળ્યું હતુ અનેતેમાં રહેા રૂ.4 લાખ તેનાએકાઉન્ટેટ રાજકુમારમાં જમા થયા હોવાનું જાણવા મળ્યું હતુ.

બાદ અન્ય ગ્રાહક દ્વારા આવી જ ફરિયાદ  કરવામાં આવી હતી જેથક્ષ તેની ઉંડાણ  પૂર્વે ક તપાસ   કરતા તેમાં પણ રાજકુમારે  છેડછાડ કરી તેમાં રહેલા  રૂપીયા   પોતે ઉપાડી કે તેના એકાઉન્ટમા  ટ્રાન્સફર કરી મેળવી લીધા હતા.

આમ એકાઉન્ટેટ રાજકુમારે  એસબીઆઈ  બેંક સાથે   ત્રણ વર્ષની  અંદર કુલ રૂ. 23,84,341ની  છેતરપીંડી કર્યા હોવાનું સામે આવતા તેના વિરૂધ્ધ   પોલીસ ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે  રાજકુમાર  સામે ગુનોન ોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.