- એકલવ્ય કોમર્સના નામે ચાલતી શાળામાં જીવન તીર્થ સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાનું આવ્યું સામે
- એકલવ્ય સ્કૂલમાં 11 અને 12ના વિદ્યાર્થીઓ જીવન તીર્થ સ્કૂલના હોવાનો ખુલાસો
- વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસુલાતી હોવાના આક્ષેપો
Amreli: જીલ્લામાંથી એક શાળામાં અભ્યાસ અને અન્ય શાળાનું પ્રમાણપત્રનો બીજો કિસ્સો સામે આવ્યો છે. લાઠી રોડ ઉપર એકલવ્ય કોમર્સના નામે ચાલતી શાળામાં ધોરણ 11 અને 12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જીવન તીર્થ સ્કૂલના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જીવન તીર્થ સ્કૂલ માત્ર 6 હજાર ફીની પહોંચ આપે છે ત્યારે એકલવ્ય કોમર્સ શાળા વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસુલતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. એકલવ્ય કોમર્સમા અભ્યાસ અને જીવન તીર્થ શાળાના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. જે અંગે શાળાના આચાર્યએ પ્રતિક્રિયા આપી હતી.
અનુસાર મહિતી મુજબ, અમરેલી શિક્ષણ માફીયાઓ બેફામ વધુ એક બોગસ સ્કૂલ આવી સામે આવી છે. ત્યારે લાઠી રોડ ઉપર એકલવ્ય કોમર્સના નામે ચાલતી શાળાનો પર્દાફાશ થયો છે. આ દરમિયાન એકલવ્ય સ્કૂલમાં ધોરણ 11 અને 12 ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હકીકતમાં જીવન તીર્થ સ્કૂલના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ જીવન તીર્થ સ્કૂલ માત્ર 6 હજાર ફીની પહોંચ આપે છે, ત્યારે એકલવ્ય કોમર્સ એ જ વિદ્યાર્થીઓ પાસે તગડી ફી વસુલતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
એકલવ્ય કોમર્સમા અભ્યાસ અને જીવન તીર્થ નામની શાળાના પ્રમાણ પત્રો આપવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. તેમજ એડમિશન કરવા 18 થી 25 હજાર સુધીની ફી લઇ બીજી શાળાના LC પધરાવાયાના આક્ષેપો છે. ત્યારે સંચાલકોએ સ્વીકાર્યું કે આવું જ ચાલે છે. એક LCના રૂપિયા 500 થી 1000 ચૂકવી બાળકોના ભવિષ્ય સાથે શિક્ષણ માફીયાઓ ચેડાં કરતા હતા. જે અંગે શાળાના આચાર્યએ પ્રતિક્રિયા આપી હતી.