Abtak Media Google News

અમરેલી જિલ્લામાં આવેલ તોઉતે વાવાઝોડા દરમ્યાન પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી -1 2 અને 3 ના દ્વારા 512 કરોડના નુકશાન ખર્ચ અને બીજા જીલ્લા ઓમાથી આવેલ અઘીકારી કર્મચારીની ટીમોના જમવા તથા રહેવાના રુપીયા 2,11,35,8344- ના ખર્ચ તેમજ સાવરકુંડલા કચેરી નિચેના અંદાજે 2,50,00,000/- રુપીયા જેવા ખર્ચની તપાસ કરી જવાદબાર સામે પગલાં લેવા માંગ.

અમરેલી જિલ્લામા તાકતે વાવાઝોડાના કારણે પી.જી.વી.સી.એલ. કચેરી વર્તુળ 1, વર્તુળ 2 અને વર્તુળ 3 ના જિલ્લાના તમામ તાલુકામાં અમરેલી તાલુકામાં 2051.97 (લાખમાં),  લાઠી 1142.09 (લાખમાં), લીલીયા 766.98 (લાખમાં), બાબરા 1086,31 (લાખમાં),  કુંકાવાવ વડીયા 170.16 (લાખમાં),  ધારી 8725.80 (લાખમાં) , બગસરા 2051.24 (લાખમાં),  સાવરકુંડલા 10200.93 (લાખમાં),  ખાંભા 6695.31 (લાખમાં), , રાજુલા 10121.40 (લાખમાં), , જાફરાબાદ 6686.78 (લાખમાં), આમ કુલ ફીડર 605 ના નુકશાની પામેલ એચ.ટી. પોલ 138652 એલ.ટી.ના 28,998 પોલ ટ્રાન્સફોર્મર નુકશાન ગ્રસ્ત 24097, સીંગલ ફેઈઝ સર્વિસ નુકશાન 23750 અને થ્રિફેઈઝ 12450 ના થયેલ કુલ નુકશાનના ખર્ચ રુ. 51288.96 (લાખમાં) એટલે કે, 512 કરોડથી વધુ ખર્ચ થયેલ છે.

અન્ય જિલ્લામાંથી આવેલ અઘીકારી અને કર્મચારીને રહેવા, જમવાનો ખર્ચ વર્તુળ કચેરી 1 અમરેલીના 2ા. 1,55,73,987- અને વર્તુળ કચેરી 2 અમરેલીનો રમ. 55,61,847 તેમજ સાવરકુંડલા ના રૂપિયા. 2,50,00,000/- બે કરોડ પચાસ લાખથી વધુના ખર્ચે આમ સાડા ચાર કરોડથી વધુના ખર્ચના જમવા અને રહેવાના જેમા ટીએડીએ ના સમાવેશ થતા નથી, તા સરકારી નાણાના વગર ટેન્ડર, જીએસટી નંબર વગરના હોટલના બીલો, જમવાના બીલો રજુ કરી આ કચેરી દ્વારા આવડી મોટી રકમના કોઈપણ નિતી નિયમનું પાલન કર્યા વગર ખર્ચ કરવામા આવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.