અમરેલી: બે દિવસ સુધી ચાલનારું ડિમોલીશન એક દિવસમાં જ પૂરૂ !

માત્ર ઓટલા , ગ્રાઉન્ડ ફ્લોર, બોર્ડ અને છાપરા હટાવાયા અમુક મોટા માથાના દબાણો દૂર કરવામાં તંત્ર નાકામ

અમરેલી શહેરમાં તારીખ 24 અને 25 મે બે દિવસ  સરકારી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી  પરંતુ માત્ર 24 તારીખે એક દિવસ કાર્યવાહી કરી કામ પૂર્ણ કરિદેવાયું હતું જેમાં 1 મુતા ,6 પી.આઇ., 25 પી.એસ.આઇ.સહિત 240 જેટલા પોલીસ કર્મીઓ ફાયર ટીમ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અલગ અલગ 6 ટીમ બનાવી જુદાજુદા વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મસ મોટા લવલાશ્કર સાથે અમરેલી શહેરમાં માત્ર દુકાનોના બોર્ડ , ગ્રાઉન્ડ ફ્લોર , ઓટલા અને છાપરા જ તોડી પાડવામાં આવ્યા હતા

જેને લઇને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી એ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમરેલી નગરપાલિકા એ માત્ર નાના અને માધ્યમ ધંધાર્થીઓ ને જ ટાર્ગેટ કર્યા છે મોટા માથાઓ એ કરેલા દબાણો એમ ના એમ છે તો શું ડીમોલેશન  માત્ર રોજે રોજનું કમાઈ ને ખાવા વાળા ગરીબ માણસો માટે હતું ? મોટા માથાઓ ના બિનઅધિકૃત દબાણો ક્યારે દૂર થશે ? તેવા સવાલો પણ ભંડેરી દ્વારા કરવામાં આવ્યા હતા સાથે સાથે આમ આદમી પાર્ટી ના અમરેલી જિલ્લા પ્રમુખ દ્વારા પણ ખોટા  ડીમોલેશન સામે આક્ષેપો કરાયા હતા