Abtak Media Google News

જિલ્લા શિક્ષણ સમિતિ ના કર્મચારીઓ જાણે કલાસ વન અધિકારી હોય તેવું અસભ્ય વર્તન અરજદારો સાથે કરે છે. કચેરીનું વહિવટી તથા અગત્યનું રેકર્ડ જરા પણ ગંભીરતા રાખ્યા વગર ટલ્લે ચડાવી દે છે ત્યારબાદ અરજદારોને કહે છે કે તે કંઈ ગંભીર બાબત નથી બીજી નકલ આપો.

જિલ્લા શિક્ષણ સમિતિમાંથી લાઠી તાલુકાના હરસુરપુર પ્રા. શાળાના નિવૃત શિક્ષક જે.વી. તરવાડી રીવાઈઝ પાન કેસ અને અસલ સેવાપોથી ગુમ થયેલ છે. આવુ એક વખત નથી.અનેક વખત થયેલ છે.

જગન્નાથ બેચરલાલ ઠાકર નિવૃત શિક્ષકની અસલ સેવાપોથી જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી માથી ગુમ થયા બાદ બે વર્ષ પછી તેની ડુપ્લીકેટ સેવાપોથી બનાવી ૨૦૧ માં જિલ્લા શિક્ષણ સમિતિમાં રજુ કરેલ હતી જેની કોઈપણ કાર્યવાહી આજ દિન સુધી કરેલ નથી અને જે ડુપ્લીકેટ સેવાપોથી પણ ગુમ થયેલ ગુમ કરનાર અધિકારી કર્મચારી સામે કોઈ પણ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવેલ નથી.

આર.ટી.આઈ.ના જવાબો સમયસર આપવામાં આવતો નથી,તથા આર.ટી.આઈ. ની અરજી પણ ગુમ થઈ જાય છે, શિક્ષકોના અસલ સર્ટિફિકેટ ગુમ થયેલ છે અનેક વખત લેખિત રજુઆતો કરવા છતા પણ તેના અસલ સર્ટી પરત મળતા નથી જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને તે બાબતે રજુઆત કરવામાં આવે છે ત્યારે તે જણાવે છે કે મને કોઈ અરજી મળેલ નથી.

તેઓ અધરો અઘર નો જવાબ આપી પ્રકરણ દબાવી દેવામાં આવે છે. સરકારના અગત્યના પરીપત્રો તથા રેકર્ડ ગુમ થઈ જાય છે સમયમર્યાદામાં કોઈ જ કામ થતું નથી ,બદલી,વધ-ઘટ કેમ્પના હુકમો નિયમથી વિરૂધ્ધ જઈને હોદેદારોની ઈચ્છા મુજબ હુકમો કરવામાં આવે છે.અને દરેક કેમ્પમાં પોતાના ઘર ના નિયમો દાખલ કરી દરેક વખત અલગ અલગ રીતે કેમ્પ કરવામાં આવે છે.

નિવૃત શિક્ષકો ના જી.પી.એફ., જુથ વિમા ઉપાડની અરજી ગાયબ થઈ જાય છે. પેન્શનરો પોતાના નોકરી કાળ દરમિયાન તેઓએ બચત કરેલ આ બધી રકમ પરત મેળવવા તલપાપડ થતા હોઈ છે.પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે તેમની કચેરીના સ્ટાફની તેના કામમાં જરા પણ રસ હોતો નથી તે પેન્શનરોને પેન્શન કેસ તથા અગત્યનું તમામ રેકોર્ડ જરાપણુ ગંભીરતા દાખવ્યા વગર ટલ્લે ચડાવી દે છે.

તાલુકા કક્ષાના અધિકારીમાં પણ વ્હાલા દવલાની નિતી અમરેલી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાખવે છે તે અવારનવાર મીટિંગનુ આયોજન કરે છે તેમાં કોઈપણ પ્રકારનું ચૂસ્તપણે પાલન કરતા નથી કયા અધિકારી આવે છે? કયા નથી.આવતા? જ અધિકારી ઓ ગેરહાજર હોય તે અધિકારીઓને ક્યારે પણ સમયસર મીટીંગમાં આવવા ટકોર નથી કરતા અને આંખ આડા કાન કરી દે છે.

નિયમ વિરૂધ્ધ અપડાઉન કરી હેડકવાર્ટરમાં રહેવાનું ઘર ભાડુ લે છે છતાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તે તમામ બાબતો જાણે કશું જાણતા નથી તેમ રાખે છે. અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ નો કથળતો વહીવટ જો સુધારવામાં નહિ આવે તો તેના માથા પરિણામો આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.