અમરેલી: પ્રેમી યુગલનું અપહરણ કરી માર મારવાના ગુનામાં ચાર પકડાયા

યુવતિના પરિવારજનો સામે ગુનો નોંધાયો

અમરેલી તાલુકાના   વિરડીયા  કેરાળા ગામે પ્રેમ સંબંધમાં   પ્રેમિકાને  ભગાડી જવાનો ખાર રસાજખવી  યુવતિ  પરિવારજનોએ પ્રેમી યુગલનું કારમાં અપહરણ કરી  યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં   ચાર શખ્સોની ધરપકડ કરી  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ  વિસાવદર  તાલુકાના   રાજપરા ગામે રહેતો સંદીપ  અરજણભાઈ વણજારા નામના યુવકને  રાજુલા તાલુકાના   નવા આગરીયા ગામની નિરૂબેન  માયાભાઈ બગડા નામની  યુવતિ સાથે પ્રેમ સંબંધથી બંને લગ્ન  કરવાના ઈરાદે સંદીપના    માસા અમરેલીના વિરડીયા કેરાળા ગામે રહેતા રવજી વિરા રાઠોડના  ઘણે હતા

ત્યારે નિરૂબેનના  પરિવારજનો આવી કાર અને રિક્ષામાં  બંનેનું અપહરણ કરી મારમારી   અને સંદીપ   વણજારાને અધવચ્ચે  ઉતારી દીધા હતા.

જે ગુનામાં નાસતા ફરતા નરેશ ખોડા બગહા, ભરત આતુ બાબરીયા, નાજાવાઘા વાળા અને  મુકેશ નાગજી બગડાની  તાલુકા પોલીસે ધરપકડ   કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.