- ચલાલા ગામેથી ગુજરી બજારમાં લોકોના મોબાઇલ ચોરતો શખ્સ ઝડપાયો
- પોલીસે બે મોબાઇલ અને એક મોટરસાઇકલ કબ્જે કર્યા
- સોનાની બૂટી અને પેડલ ચોરી થયાની નોંધાઈ હતી ફરિયાદ
અમરેલી જિલ્લાના ચલાળાની ગુજરી બજારમાં ચોરી કરતો ચોર ઝડપાયો છે. મળતી માહિતી મુજબ પોલીસ વિભાગ દ્વારા ચલાળામાં ભરાતી ગુજરી બજારમાંથી લોકોના મોબાઇલ તેમજ કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી બે મોબાઇલ અને એક મોટરસાઇકલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચલાલામાં દર અઠવાડિયે ભરાતી ગુજરી બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે. ત્યારે આરોપી ભીડનો લાભ લઇ અને મોબાઈલ, ઘરેણા જેવી દરેક વસ્તુઓની ચોરી કરતો. આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક સોનાની બૂટી અને સોનાનું પેડલ ચોરાયાની મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી એક ઇસમને દબોચી લઈ બે મોબાઇલ અને એક મોટરસાઇકલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચલાલા પોલીસ વિભાગ દ્વારા ચલાળામાં ભરાતી ગુજરી બજારમાંથી લોકોના મોબાઇલ તેમજ કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે અમરેલીના ચલાલામાં દર અઠવાડિયે ભરાતી ગુજરી બજારમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો ખરીદી કરવા માટે આવે છે ત્યારે આ આરોપી લોકોની ભીડનો લાભ લઇ અને મોબાઈલ તેમજ ચેન ઘરેણા જેવી દરેક વસ્તુઓ ની ચોરી કરતા શખ્સને ચલાલા પોલીસ દ્વારા ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : પ્રદીપ ઠાકર