- લાઠી અને ગ્રામ્ય પંથકમાં મીની વાવાજોડા જેવો માહોલ સર્જાયો
- ભારે પવન સાથે ઘોઘમાર વરસાદ પડવાથી વાતાવરણ બન્યું ઠંડુગાર
- ભારે પવનને કારણે ચાવંડ દરવાજા પાસે એક વૃક્ષ ધરાશાયી થયું
ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જનજીવન ખૂબ જ અસરગ્રસ્ત થયું છે. કમોસમી વરસાદ વરસતા ઘણા ઉંડાણવાળા વિસ્તારોમાં લોકો હેરાન થયા છે. તો ક્યાંક ખેડૂતોનો પાક ધોવાઈ જતા આર્થિક માર વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકનો પાક સંકટમાં હોય તેમ જણાઈ રહ્યું છે. તો અમરેલી પંથકમાં લાઠી અને ગ્રામ્ય પંથકમાં વરસાદ શરુ થઈ ગચો છે.
અમરેલી જિલ્લાના લાઠી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં ભારે પવન સાથે ઘોઘમાર વરસાદ શરૂ થયો હતો. તેમજ લાઠી શહેરમાં પવનની તીવ્રતા એટલી હતી કે ચાવંડ દરવાજા પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું, જ્યારે ભારે વરસાદના કારણે બજારોમાં પાણી વહેતા થયા હતા અને સમગ્ર પંથકમાં હવામાન ઠંડુગાર બન્યું હતું.
અમરેલીમાં વરસાદ પડ્યો
લાઠી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં, જામકા, જેઠીયાવદાર, શીલાણા ગામમાં જોરદાર પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભારે વરસાદ વરસતા પંથકના લોકોને બફારા વચ્ચે ઠંડકનો અનુભવ થયો હતો. તેમજ વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. ખાસ કરીને ઉનાળુ તલ, બાજરી અને ઉનાળુ પાકોને નુકસાની જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. અમરેલીના મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, ફતેપુર, ચાંદગઢ, ચક્કરગઢ, દેવળીયા, ઈશ્વરીયા, ગિરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
અમેલીમાં તેમજ લાઠી શહેરમાં પવનની તીવ્રતા એટલી હતી કે ચાવંડ દરવાજા પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું, જ્યારે ભારે વરસાદના કારણે બજારોમાં પાણી વહેતા થયા હતા અને સમગ્ર પંથકમાં હવામાન ઠંડુગાર બન્યું હતું.