Abtak Media Google News

નેતાઓની પેનલ વચ્ચે અપક્ષે ફોર્મ ભરતા બાજી પલટી, બિનહરીફ નહીં

અમરેલી માર્કેટયાર્ડમાં કેટલાએ વર્ષોથી આખેઆખી પેનલ બિનહરીફ થાય છે અને ચૂંટણી થતી નથી. પેનલમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના આગેવાનો હોવા છતા પણ ચૂંટણી થતી નહોતી પણ આ વખતે ખેડૂત પેનલમાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરતા બાજી પલટી છે અને હવે તા.12ના ચૂંટણી યોજાશે.

અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લે 2004માં મતદાર દ્વારા ચૂંટણી યોજાઈ હતી અને તે પછી ચેરમેન તરીકે પી. પી. સોજીત્રા ચૂંટાયા હતા. તે પછી સતત તેમની પેનલ બિન હરીફ થઈ આવી છે અને ચેરમેન તરીકે પી. પી. સોજીત્રા ચૂંટાયા હતા. તે પછી સતત તેમની પેનલ બિન હરીફ થઈ આવી છે અને ચેરમેન તરીકે 13/3/11થી 4/2/2020 સુધી પી. પી. સોજીત્રા, તા. 5/2/20થી 27/4/21 સુધી મોહનભાઈ નાકરાણી, તા.28/8/21થી 5/7/21 સુધી શૈલેષભાઈ સંઘાણી અને તા. 6/7/21થી વર્તમાન સુધી ફરીથી પી. પી. સોજીત્રા ચેરમેન રહ્યાં હતા.

આ તમામ સમયમાં યાર્ડમાં આખે આખી પેનલ બિનહરીફ થતી આવી છે અને મતદાનની જરુર પડી નથી. ચાલુ વષે ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્નેના આગેવાનો દ્વારા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો આપસી સમજૂતીથી પેનલ બનાવીને ભરવામાં આવ્યા હોવા છતા ચૂંટણી થવાની શક્યતા નહોતી પણ ખેડૂત પેનલમાં એક અપક્ષ ઉમેદવાર રણજીતભાઈ વાળાએ ફોર્મ ભરતા આ વખતે ખેડૂત પેનલની 10 બેઠકો માટે તા.12ના નવા યાર્ડ ખાતે મતદાન યોજાશે. આ માટે કુલ 1274 મતદારો છે.તા.13ના પરિણામ જાહેર કરાશે.

ખેડૂત પેનલના ઉમેદવારો

ચતુરભાઈ ખૂંટ, પી. પી. સોજીત્રા, શૈલેષભાઈ સંઘાણી, જિક્ષેશભાઈ કાબરીયા, લાલજીભાઈ દેસાઈ, શંભુભાઈ દેસાઈ, દલસુખભાઈ દૂધાત, જગદીશભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ ત્રાપસિયા, મગનભાઈ હરખાણી, જયકાંતભાઈ સોજીત્રા, નીતાબેન નાકરાણી, રણજીતભાઈ વાળા

યાર્ડમાં બિનહરીફ થયેલા ઉમેદવારો

સહકારી ખરીદ વેચાણ વિભાગમાં ભાવિનભાઈ સોજીત્રા, દેવેન્દ્રભાઈ પાદરીયા, વેપારી વિભાગમાં ભુપતભાઈ પટેલ, કાળુભાઈ ભંડેરી, સુરેશભાઈ રોકડ, ચંદુભાઈ પોલરા અને જયેશભાઈ નાકરાણી બિનહરીફ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.