અમરેલી: રાજુલા શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી

અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને આસપાસ ના વિસ્તાર મા આજે બપોરે  વરુણ દેવ મેઘરાજા ની પધરામણી થઈ

ઘણા દિવસો થી વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે રાજુલા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ ભેજ વાળુ રહેતુ હતું અને અસહ્ય આકરી ગરમી અને આકરા બફારો થઈ રહ્યો હતો ત્યારે આજે સવાર થી ખુબ ગરમી અને બફારા ભર્યું
વાતાવરણ હતું

ત્યારે બપોરે બે વાગ્યા પછી વરસાદ નુ એક હળવુ ઝાપટુ પડી ગયુ અને વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી છે રાજુલા પંથકમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો જ્યારે આજુબાજુ ના તાલુકા ના વિસ્તાર મા વરસાદ પડ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે પણ રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે હજી સુધી વાવણી લાયક વરસાદ પડ્યો નથી તેવા સમાચાર મળી રહ્યા છે