અમરેલી: નાના માચીયાળાની મુલાકાતે મંત્રી પરશોતમભાઈ રૂપાલા

લમ્પી વાયરસને ધ્યાને લઈ પશુઓમાં રસીકરણ કાર્યક્રમ યોજાયો

અબતક, પ્રદીપ ઠાકર, અમરેલી

કેન્દ્રીય રાજ્યમંત્રી પરશોતમ ભાઈ રૂપાલાએ અમરેલી ના નાના માચીયાળા ગામની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નાના માચીયાળા ખાતે બાળકોને સુપોષણ કીટનું વિતરણ, હાલમાં પશુઓમાં લમ્પી વાયરસના સંક્રમણને લઈ પશુઓમાં રસીકરણ ઉપરાંત સંત આઈ ભોળીમા મંદિરના સત્સંગ હોલનું લોકાર્પણ જેવા ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. આ ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી  પરશોતમભાઈ રૂપાલાએ નાના માચીયાળા ગામના લોકોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

આ કાર્યક્રમના આયોજન બદલ આયોજકો, ગામના પૂર્વ શિક્ષકો, આચાર્યશ્રી, માતાઓ-બહેનો અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ત્રિવિધ કાર્યક્રમમાં ગામનાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.