Abtak Media Google News

સમારોહમાં ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડયા, અગ્રસચિવ મનોજ અગ્રવાલની ખાસ ઉપસ્થિતિ 

અમરેલી જિલ્લામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલીને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ બાળ મિત્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચેરમેન જિલ્લા બાળ સુરક્ષા એકમ-વ-જિલ્લા કલેકટર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના સતત માર્ગદર્શન હેઠળ ફરી એક વખત બાળ સુરક્ષા એકમ અમરેલીને રાજય કક્ષાએ દ્વિતિય કક્ષાનો એવોર્ડ મળેલ હતો.

ગુજરાત રાજય બાળ અધિકારી સંરક્ષણ આયોગ, ગાંધીનગરનાં સ્થાપના દિને બાળ અધિકારો અને રક્ષણ અંગેના સેમિનારનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું હતું. આ સેમિનારમાં રાજયના સામાજીક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા.

સેમિનાર દરમિયાન અમરેલી જિલ્લા બાળ સુરક્ષા એકમને શ્રેષ્ઠ જિલ્લા બાળ સુરક્ષા એકમ તરીકેનો બીજા ક્રમે એવોર્ડ પ્રાપ્ત થતાં રાજયના સામાજીક ન્યાય અને અધિકારીતા રાજય મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે અમરેલી જિલ્લા બાળ સુરક્ષા એકમનાં અધિકારી વિ.યુ.જોષીને એનાયત કર્યો હતો.

જિલ્લા બાળ સુરક્ષા એકમ-અમરેલી દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન યોજનાકિય લાભ-૧૦૫૬, ૧૪૩ બાળકોનું સંસ્થાકિય પુન: સ્થાપન, ૨૭૭ બાળકોને પાલક માતા-પિતા યોજનાકીય પુન:સ્થાપને, ૧૨૩ બાળકોને એચ.આઈ.વી.શિષ્યવૃતિનો લાભ, બાળલગ્ન અટકાવવાની કામગીરી તેમજ ૦૮ આર.ટી.ઈ. યોજના હેઠળ મફત એડમિશન અપાવવા જેવી મહત્વની કામગીરી કરી હતી. આ સમારોહમાં ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડયા, અગ્રસચિવ મનોજ અગ્રવાલ, પોલીસ વિભાગ સી.આઈ.ડી. ક્રાઈમમાંથી અનિલ પ્રથમ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.