Abtak Media Google News

કોના…. દિવાળી-ભોજનમાં ભ્રષ્ટાચારની બૂ

ટેન્ડરની પ્રક્રિયા કે ત્રણ ભાવ લીધા વગર જ માતબર રકમના ચૂકવણથી અનેક તર્ક-વિતર્ક

 આર.ટી.આઇ. એક્ટિવીસ્ટ નાથાલાલ સુખડીયાની ઉચ્ચકક્ષાએ તપાસ યોજવા માંગણી

 

અબતક, નટવરલાલ ભાતિયા, દામનગર

અમરેલી પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી -1 દ્વારા તૌકતે વાવાઝોડા દરમ્યાન બહારથી આવેલા અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોને રહેવા જમવા પાછળ ( રૂા.પંચાવન લાખ એકસઠ હજાર આઠસો સુડતાલીસ )ને અમરેલી પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી-2 દ્વારા તૌક્તે વાવાઝોડા દરમિયાન બહારથી આવેલ કર્મચારીઓ અને કોટ્રાકટરોને રહેવા જમવા પાછળ રૂા. એક કરોડ પંચાવન લાખ તોતેર હજાર નવસી સત્યાસીના ચુકવણા હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તાના ચુકવણા કોઈપણ જાતના ટેન્ડર કે ત્રણ ભાવ માંગ્યા વગર ચુકવી આપેલ છે.

જેમાં જી.એસ.ટી નંબરવાળા પાકા બિલ કે કોઈપણ સરકારી નાણાકીય નિતિ નિયમો અનુસર્યા વગર આ બંને કચેરીઓ દ્વારા રૂા. બે કરોડ અગીયાર લાખ પાત્રીસ હજાર આઠસો ચોત્રીસના ચુકવી આપેલ તો કોન્ટ્રાકટરોને તો લાઈનો મરામત કામગીરીમાં આવી કોઈ જોગવાય રહેવા જમવાની વિભાગે આપવાની હોતી તેમજ અધીકારીઓ અને કર્મચારીઓના બિજા જિલ્લામાંથી આવેલને તો જિલ્લામાંથી ડી.એ. લેવામાં આવેલ હોય તો આને રહેવા જમવા માટેની સરભરા કરવાની અમરેલી પી.જી.વી.સી.એલ. કચેરીને બધા જ નાણાકીય નિયમો નિતિઓ વિરૂધ્ધ આવડી મોટી રકમ ખર્ચ કરવાની શું જરૂર પડી ઉર્જા  મંત્રી ગુજરાત રાજ્ય, સચિવાલય ગાંધીનગર, સચિવ પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી-2 માં તોઉતે વાવાઝોડા દરમિયાન રૂા.2,11,35,834 / – ના રહેવા જમવા પાછળના નાણાકીયા ખર્ચ નિયમો નીતી વિરૂધ્ધ થયેલ ચુકવણાની તપાસ કરી વિભાગને નુકશાન પહોચાડનાર સામે પગલા ભરવા જે તપાસનો વિષય છે

તેમજ બિજા જિલ્લાઓના અધીકારી અને કર્મચારીઓએ ડી.એ લીધેલ હોય જે પણ તપાસવુ જરૂરી છે. તદ્ઉપરાંત લાઈનો રીપેરીંગના કોન્ટ્રાકટરોને અને તેમના મજૂરોને પણ પી.જી.વી.સી.એલ. દ્વારા શા માટે રહેવા જમવાનો ખર્ચ અનઅધીકૃત રીતે ચુકવવામાં આવ્યો જે પણ બાબત કોઈ સ્પષ્ટ  નથી જવાબદાર અધીકારીઓ દ્વારા વિભાગના કોઇપણ નિયમો અનુસર્યા વગર નુકશાન કરેલ હોય, જેની તમામ પાસેથી નિયમોનુસાર રીકવરી કરવા અને યોગ્ય સ્તરેથી તપાસ થવા ગુજરાત રાજ્ય તકેદારી આયોગ કચેરી ગાંધીનગર સમક્ષ સુખડીયાએ માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.