Abtak Media Google News

અબતક,ભરત ગોંડલીયા, અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા જિલ્લા પોલીસ સ્ટેશનોમાં પોલીસકર્મીઓની બદલીઓ શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરી સામે સવાલો ઉઠતા એસપી દ્વારા PSI સહિત તમામ પોલીસ સ્ટેશનોની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે SOG પીએસઆઈની સિંગલ ઓર્ડરથી બદલી કરી દેવાતા તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે. જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનોમાંથી પણ ચાર પોલીસક્રમીઓની પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે.

અમરેલી SOGમાં ફરજ બજાવતા PSI એમ.એ.મોરીની SP નિર્લિપ્ત રાય દ્વારા સિંગલ ઓર્ડરથી લીવ રિઝર્વ ખાતે બદલી કરી દેવામાં આવી છે. જો કે, એસપી દ્વારા બદલી કયા કારણોસર કરવામાં આવી તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. SOG ઉપરાંત જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓની પણ પોલીસ હેડકવાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે.4 પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવી અમરેલી સીટી પીઆઈ જે.જે.ચૌધરીને જાફરાબાદ, લાઠી PSI એન.એ.વાઘેલાને સાવરકુંડલા રૂરલ, જાફરાબાદ PSI એસ.આર.શર્માને SOGમાં અને વડીયા PSI એ.વી.સરવૈયાની લાઠી ખાતે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.